Not Set/ પોતાના પ્રિય સ્ટારને ના મળી શકતા ચાહકે ભર્યું અંતિમ પગલું, વાંચીને તમને થશે અરેરાટી

મુંબઇ, KGF સ્ટાર યશ હાલ તેમની ફિલ્મના કારણે ચર્ચામાં છવાયેલા છે. તેમની ફિલ્મએ લોકોને એવા તો ક્રેઝી કર્યા છે કે ચાહકો તેમના માટે કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. આ જુસ્સાને કારણે તાજેતરમાં એક ચાહકએ પોતાનું જીવન ગુમાવ્યો છે. આ ઘટના 8 જાન્યુઆરીના રોજ યશના જન્મદિવસની છે. યશને બર્થ-ડે વિશ કરવા માટે ફેન્સની ભીડ લાગી […]

Trending Entertainment
kii 8 પોતાના પ્રિય સ્ટારને ના મળી શકતા ચાહકે ભર્યું અંતિમ પગલું, વાંચીને તમને થશે અરેરાટી

મુંબઇ,

KGF સ્ટાર યશ હાલ તેમની ફિલ્મના કારણે ચર્ચામાં છવાયેલા છે. તેમની ફિલ્મએ લોકોને એવા તો ક્રેઝી કર્યા છે કે ચાહકો તેમના માટે કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. આ જુસ્સાને કારણે તાજેતરમાં એક ચાહકએ પોતાનું જીવન ગુમાવ્યો છે. આ ઘટના 8 જાન્યુઆરીના રોજ યશના જન્મદિવસની છે. યશને બર્થ-ડે વિશ કરવા માટે ફેન્સની ભીડ લાગી હતી.

Image result for kgf star yash birthday

તેમાંના એક 26 વર્ષીય રવિ કે જે યશને મળવા માટે તેમના ઘરે જવા માંગતો હતો. પરંતુ રવિને સિક્યુરિટી રવિને અંદર જવાથી રોકી રહી હતી. લાંબા સમય સુધી ધક્કામુક્કી કર્યા પછી, રવિ એટલો ગુસ્સે થયો કે તેણે પોતામાં પર પેટ્રોલ છાંટીને આગ લગાવી લીધી. આગને લીધે, તેનું શરીર 70 ટકા બળી ગયું. રવિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ ત્યાં તેને મૃત જાહેર કર્યો.

WhatsApp Image 2019-01-09 at 13.54.12

આ ઘટનાની નિંદા કરતા, યશએ કહ્યું, “આવા લોકો મારા ચાહક હોઈ શકતા નથી.” તેઓએ આ ઘટનાને પીડાદાયક તરીકે વર્ણવી. યેશે તેના ચાહકોને આવુ કરવા માટે મનાઈ કરી છે. આ રીતે, સ્ટાર્સના ઘરની બહાર ચાહકોની ભીડ ભેગી થવી એ નવી વાત નથી. પરંતુ આવી ઘટનાઓ વિચલિત કરી દે છે.