Not Set/ જાણો કઈ રીતે સીંગર અદનાન સામીએ 100 કિલો કરતા પણ વધુ વજન ઉતાર્યું હતું..

મુંબઈ મૂળ પાકિસ્તાની અને હવે ભારતમાં સ્થાયી થયેલા જાણીતા સીંગર અદનાન સામીએ તેના ભારેખમ શરીરને ઘટાડીને સૌ કોઈને અંચબામાં મૂકી દીધા હતા. લગભગ 230 કિલો વજનના અદનાને ડાયટ અને એક્સર્સાઈઝ કરીને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવ્યા વિના 100 કિલો કરતા પણ વધુ વજન ઉતાર્યું હતું. અદનાનના વજન ઉતાર્યા પછી હવે તેના દીકરા અઝાન સામીએ પણ […]

Health & Fitness Entertainment
666 જાણો કઈ રીતે સીંગર અદનાન સામીએ 100 કિલો કરતા પણ વધુ વજન ઉતાર્યું હતું..

મુંબઈ

મૂળ પાકિસ્તાની અને હવે ભારતમાં સ્થાયી થયેલા જાણીતા સીંગર અદનાન સામીએ તેના ભારેખમ શરીરને ઘટાડીને સૌ કોઈને અંચબામાં મૂકી દીધા હતા.

લગભગ 230 કિલો વજનના અદનાને ડાયટ અને એક્સર્સાઈઝ કરીને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવ્યા વિના 100 કિલો કરતા પણ વધુ વજન ઉતાર્યું હતું.

અદનાનના વજન ઉતાર્યા પછી હવે તેના દીકરા અઝાન સામીએ પણ વજન ઉતારીને અનેક લોકોને પ્રેરિત કર્યા છે.અઝાનનું વજન પણ ઉંમર પ્રમાણે ઘણું વધારે 100 કિલો કરતા પણ વધુ હતું.  તેણે પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈને એક્સર્સાઈઝ કરવાની શરુઆત કરી હતી

Adnan Sami के लिए इमेज परिणाम

એક ઈન્ટર્વ્યુમાં અઝાને પોતે જણાવ્યુ હતું કે, મેં નક્કી કર્યું કે મારે પણ મારા પપ્પાની જેમ ફિટનેસ પાછી મેળવવી છે. અઝાનની ઉંમર અત્યારે 25 વર્ષ છે. જ્યારે તે 15 વર્ષનો હતો તેનું વજન ઘણું વધારે હતુ.

જોકે એ પછી અઝાને ડાયેટ પ્લાન અને કસરત શરૂ કરીને સ્લિમ ટ્રિમ થવાનું શરૂ કર્યું.આજે અઝનના ફોટા જોઈને લોકો વિચાર કરતા થઈ ગયા છે.એકદમ ફિટ બોડી સાથેના અઝાનના ફોટા વાઇરલ થઈ રહ્યા છે.

સિંગર અઝાનના લેટેસ્ટ ફોટો જોઈને લાગી રહ્યું છે કે જો તે બોલિવૂડમાં એક્ટર તરીકે આવે તો ચોક્ક્સ છવાઈ જાય. અઝાન કહે છે કે શરીર તંદુરસ્ત રહે તો લાઇફ મસ્ત રહે.