Not Set/ જાણો,’એક દો તીન’ સોંગ માટે સલમાન ખાને જેક્લીન ફર્નાન્ડીઝના સમર્થનમાં શું જણાવ્યું

મુંબઈ ‘સલમાન ખાન’ને ‘જેક્લીન ફર્નાન્ડીઝ’ ખુબ જ પસંદ છે. ‘કિક’ ફિલ્મમાં બંને સાથે કામ કરી ચુક્યા છે અને આગમી ફિલ્મ ‘રેસ-3’માં પણ બન્ને સાથે જોવા મળશે. હાલ જેક્લીન ફર્નાન્ડીઝ ફિલ્મ ‘બાગી-2’નું ગીત ‘એક દો તીન’ના કારણે ખુબ જ ચર્ચાઈ રહી છે. પરંતુ આ સોંગ ફિલ્મ ‘તેજાબ’નું હીટ સોંગ છે કે જે ‘માધુરી દીક્ષિત’ પર ફિલ્માવામાં […]

Entertainment
08 Jacqueline Salman જાણો,'એક દો તીન' સોંગ માટે સલમાન ખાને જેક્લીન ફર્નાન્ડીઝના સમર્થનમાં શું જણાવ્યું

મુંબઈ

‘સલમાન ખાન’ને ‘જેક્લીન ફર્નાન્ડીઝ’ ખુબ જ પસંદ છે. ‘કિક’ ફિલ્મમાં બંને સાથે કામ કરી ચુક્યા છે અને આગમી ફિલ્મ ‘રેસ-3’માં પણ બન્ને સાથે જોવા મળશે.

Related image

હાલ જેક્લીન ફર્નાન્ડીઝ ફિલ્મ ‘બાગી-2’નું ગીત ‘એક દો તીન’ના કારણે ખુબ જ ચર્ચાઈ રહી છે. પરંતુ આ સોંગ ફિલ્મ ‘તેજાબ’નું હીટ સોંગ છે કે જે ‘માધુરી દીક્ષિત’ પર ફિલ્માવામાં આવ્યું હતું અને તેને કલ્ટ સોંગ માનવામાં આવે છે.

Image result for salman khan,Jacqueline Fernandez song Ek Do Teen

સોશિયલ મીડિયામાં જેક્લીનની આ ગીત માટે ઘણી બુરાઈ કરવામાં આવી રહી છે અને સાથે સાથે તેના ડાન્સ માટે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

Related image

ફિલ્મ ‘તેજાબ’ના નિર્દશક એન.ચન્દ્રા અને મૂલ ગીતોની કોરિયોગ્રાફર સરોજ ખાન ફિલ્મ ‘બાગી-2’ના ફિલ્મ મેકર્સના સામે આ ગીતના કારણે કાનૂની કાર્યવાહી કરવાનું  વિચારી રહ્યા છે. આ બંનેનું માનવું છે કે આ ગીતને  મજાક બનાવી દીધું છે.

Image result for salman khan,Jacqueline Fernandez song Ek Do Teen

વિવાદોના કારણે સલમાન ખાન જેક્લીનની ઢાલ બનીને ઉભા રહ્યા છે અને પોતાની દોસ્ત જેક્લીનના સમર્થનમાં ‘ટ્વીટ’ પણ કર્યું છે.

સલમાનને આ સોંગ ખુબજ પસંદ આવ્યું છે અને જેક્લીનને આ ગીતને પૂરો ન્યાય આપ્યો છે અને આ રીતે સલમાને જેક્લીનની વિવાદોથી બચાવવાની કોશિશ કરી હતી.

Image result for salman khan,Jacqueline Fernandez song Ek Do Teen

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘બાગી-2’ના નિર્માતા ‘સાજીદ નડિયાદવાલા’ છે કે જે સલમાના ખાનના અકિલ દોસ્ત છે.

મહત્વનું છે કે, ફિલ્મ ‘બાગી-2’નો હીરો ‘ટાઈગર શ્રોફ’નું કહેવું છે કે જયારે પણ તમે રીમેક કરો છો ત્યારે  તો પ્રતિક્રિયાઓ મિશ્રિત થાય છે અને અમે તો માધુરી મેડમને આદ્રરાંજલિ આપી છે. જેક્લીનની આ સોંગ માટે ખુબજ મહેનત કરી છે અને ‘ગણેશ આચાર્ય’એ ખુબજ સરસ કોરિયોગ્રાફ કર્યું છે.

Image result for Jacqueline Fernandez song Ek Do Teen saroj khan

ઉલ્લેખનીય છે કે જેક્લીનએ માધુરી દીક્ષિતથી આ ગીત પર પ્રતિક્રિયા માંગી હતી પરંતુ માધુરીએ કોઈ જવાબ આપ્યો નથી.

Related image

Image result for madhuri dixit ek do tin

Image result for madhuri dixit ek do tin