ટેલીવુડ/ મોના સિંહ 5 વર્ષ પછી ટીવી પર કરશે વાપસી, ફેમસ ક્રાઈમ શો કરશે હોસ્ટ

લોકપ્રિય ટીવી શો’જસ્સી જેસી કોઈ નહીં’ સીરીયલની જસ્સી ઉર્ફે મોના સિંહ ઘણા સમયથી ટીવીના પડદાથી દૂર હતી. મોના સિંહ જસ્સીની ભૂમિકામાં તેના શાનદાર અભિનયના કારણે ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ હતી. આ શો પછી મોના સિંહે ઘણા શોમાં કામ કર્યું છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ ત્યારપછી તે અચાનક જ ટીવીના પડદાથી […]

Entertainment
Untitled 341 મોના સિંહ 5 વર્ષ પછી ટીવી પર કરશે વાપસી, ફેમસ ક્રાઈમ શો કરશે હોસ્ટ

લોકપ્રિય ટીવી શો’જસ્સી જેસી કોઈ નહીં’ સીરીયલની જસ્સી ઉર્ફે મોના સિંહ ઘણા સમયથી ટીવીના પડદાથી દૂર હતી. મોના સિંહ જસ્સીની ભૂમિકામાં તેના શાનદાર અભિનયના કારણે ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ હતી. આ શો પછી મોના સિંહે ઘણા શોમાં કામ કર્યું છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ ત્યારપછી તે અચાનક જ ટીવીના પડદાથી દૂર થઈ ગઈ હતી. પરંતુ હવે મોના સિંહ ટૂંક સમયમાં ક્રાઈમ શો હોસ્ટ કરતી જોવા મળશે.

કોમેડી નાઇટ્સ બચાવો’ના લગભગ 5 વર્ષ પછી મોના સિંહ નાના પડદે કમબેક કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રાઇમ શો ‘મૌકા-એ-વરદાદ 2’ હોસ્ટ કરવા જઈ રહી છે. મોનાનું વ્યક્તિત્વ પણ આવા શો માટે યોગ્ય છે. સમાચાર છે કે શોમાં મોના સાથે એક્ટર રવિ કિશન પણ જોવા મળશે. મોના આ પ્રકારનો શો હોસ્ટ કરવાનું કામ પહેલીવાર કરી રહી છે. આ વાતની પુષ્ટિ તેણે કરી છે અને તે ખૂબ ઉત્સાહિત પણ છે. જો કે તેણે ક્રાઇમ શો ‘સીઆઈડી’ માં પણ કામ કર્યું હતું.