Not Set/ દર્શકોને હસાવવામાં સફળ રહી રોમેન્ટિક કોમેડી લુક્કા છુપી

મુંબઇ, કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની જોડીને પ્રથમવાર ચમકાવતી ફિલ્મ લુક્કા છુપી લિવ ઇન રિલેશનશીપ પર આધારિત છે. અને આ ફિલ્મ દર્શકોને હસાવવામાં સફળ રહી છે. ફિલ્મને 3000 સ્ક્રિન પર રીલીઝ કરવામાં આવી હતી અને આ ફેમિલી કોમેડી ફિલ્મ યુવા વર્ગને પસંદ આવી છે. દશર્કોએ આ ફિલ્મને પરફેક્ટ એન્ટરટેઇનર ગણાવી છે. તો સોશ્યિલ મીડિયા પર […]

Uncategorized
bq દર્શકોને હસાવવામાં સફળ રહી રોમેન્ટિક કોમેડી લુક્કા છુપી

મુંબઇ,

કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની જોડીને પ્રથમવાર ચમકાવતી ફિલ્મ લુક્કા છુપી લિવ ઇન રિલેશનશીપ પર આધારિત છે. અને આ ફિલ્મ દર્શકોને હસાવવામાં સફળ રહી છે. ફિલ્મને 3000 સ્ક્રિન પર રીલીઝ કરવામાં આવી હતી અને આ ફેમિલી કોમેડી ફિલ્મ યુવા વર્ગને પસંદ આવી છે. દશર્કોએ આ ફિલ્મને પરફેક્ટ એન્ટરટેઇનર ગણાવી છે.

તો સોશ્યિલ મીડિયા પર પણ લોકોએ ફિલ્મને સાડા ત્રણ જેટલા રેટિંગ આપ્યા  છે. ઘણા યૂઝર્સે લખ્યું કે ક્રિતી અને આર્યનની જોડી ખૂબ સરસ છે તો વળી પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના નો અભિનય  પણ કાબિલેતારીફ છે.

ફિલ્મનું સંગીત અને ગીતો પહેલેથી જ હિટ બની હયા હતા. અને હાલમાં પણ ચાર્ટબસ્ટર પણ ટોપમાં છે. સરેરાશ રીતે ફિલ્મ લોકોને પસંદ આવી છે.

ફિલ્મનું કથાનક

નાના શહેરમાં નૈતિકતાના કેટલાક માપદંડ હોય છે.મોટા શહેરોમાં ભલે લિવઇનને  યોગ્ય માનવામાં આવે કે આંખ આડા કાન કરીને સ્વીકારી લેવામાં આવે પરંતુ નાના શહેરો અને ટાઉન કે ગ્રામિણ પ્રદેશોમાં આ બાબત સ્વીકાર્ય નથી. તેવામાં મથુરાનો સ્થાનિક ટીવી રિપોર્ટર ગુડ્ડુ એટલે કે કાર્તિક આર્યન અને મથુરામાં રહેતા સંસ્કૃતિના રખેવાળ ગણાતા નેતા વિનય પાઠક એટલે કે ત્રિવેદીજી ની દીકરી રશ્મિ એટલે કે ક્રીતિ સેનન – આ યુવાનો એકબીજાને પસંદ કરવા લાગે છે અને પ્રેમમાં પડી જાય છે. આધુનિક જમાનાની રશ્મિ ઇચ્છે છે કે તે અને ગુડ્ડુ લિવ ઇનમાં રહે. અને એકબીજાને સમજીને આગળની જિંદગી સાથે પસાર કરવાનો નિર્ણય લઈ શકે.  થોડી આનાકાની બાદ  ગુડ્ડુ લિવઇનમાં રહેવા તૈયાર થઈ જાય છે. પછી તે ગ્વાલિયરમાં જઇને લગ્ન કરેલા દંપતીની જેમ લિવ ઇનમાં રહેવા લાગે છે. અને લોકોને લાગે કે તેઓ પરિણીત છે.  ત્યાર પછી કેવા કેવા સંજોગો આકાર લેછે તેની પર આખી ફિલ્મ સર્જાય છે  અને તેમાં રોમાન્સથી માંડીને કોમેડી જોવા મળે છે

તરણ આદર્શે ટ્વિટ કરતા ફિલ્મને વિનર જણાવી હતી અને લખ્યું હતું કે A situational comedy with a message… Relatable premise, clean humour, foot tapping music, loads of entertainment… Superb climax… Kartik Aaryan top notch, Kriti Sanon damn good. Recommended!

હવે જોવું એ રહ્યું કે ફિલ્મ ટીકીટ બારી પર કેવો દેખાવ કરે છે.