Not Set/ અરબાઝથી શા માટે થઈ છૂટી, મલાઇકાએ કરિનાને જણાવ્યું આ સત્ય

મુંબઇ, મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા છે. જોકે મલાઇકા અરોરાએ ક્યારેય તે અંગે જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નહોતો. કે તે અને અરબાઝ ખાન કેમ છૂટા પડ્યા. હા,મલાયકા તેના અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે  પણ ઘણી ચર્ચામાં રહી છે. જોકે હવે મલાયકા અરોરાએ કરિના કપૂર ખાનને તેના અને અરબાઝના છૂટાછેડા અંગે જણાવ્યું હતું. કરિના […]

Trending Entertainment
2o 11 અરબાઝથી શા માટે થઈ છૂટી, મલાઇકાએ કરિનાને જણાવ્યું આ સત્ય

મુંબઇ,

મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા છે. જોકે મલાઇકા અરોરાએ ક્યારેય તે અંગે જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નહોતો. કે તે અને અરબાઝ ખાન કેમ છૂટા પડ્યા. હા,મલાયકા તેના અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે  પણ ઘણી ચર્ચામાં રહી છે. જોકે હવે મલાયકા અરોરાએ કરિના કપૂર ખાનને તેના અને અરબાઝના છૂટાછેડા અંગે જણાવ્યું હતું.

કરિના કપૂરના રેડિયો શોમાં આવેલી મલાયકાએ પોતાના છૂટાછેડા અંગે કરિન સાથે વિગતવાર વિગતવાર વાત કરી હતી.મલાઇકાએ કરિનાને જણાવ્યું હતું કે છૂટા થવાનો નિર્ણય પરસ્પર સંમતિથી  જ લેવામાં આવ્યો હતો.  જેથી બંને એક સારી જિંદગી જીવી શકે. તેણે કહ્યું કે જીવનના અન્ય નિર્ણયોની જેમ આ નિર્ણય લેવો અમારા માટે સહેજ પણ સહેલો નહોતો. કારણ કે કોઇને કોઇ પર તો છૂટા થવાનો આરોપ મૂકાત. હું એવી માણસ છું જેના માટે ખુશ રહેવું અનિવાર્ય છે. એટલા માટે મેં આ નિર્ણય લીધો.જેમાં અમે બંને સામેલ હતા.  અમે બંનેએ બાળકોથી માંડીને ઘણી બાબતો પર વિચારવિમર્શ કર્યો હતો.  અને પછી અમે છૂટા થયા હતા.

મલાઇકાએ એમ પણ જણાવ્યું હતું કે છૂટા થવાની આગલી રાત્રે અમે અમારા પરિવાર સાથે બેઠા હતા. પરિવારજનોનું માનવું હતું કે અમારે ફરીથી વિચારવું જોઈએ. અમે બંને એકબીજાન ખુશ રાખી શકતા નહોતા.તેથી જ અમે આ નિર્ણય લીધો હતો. મને મારા પરિવારે સાથ આપ્યો તે બાબતની મને ખુશી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મલાઇકા તેના અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે.