Not Set/ નેસ વાડિયાએ કેસને રદ કરવા કોર્ટને અપીલ કરી, પ્રીતિએ કહ્યું હજુ રાહ જુવો

મુંબઇ બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝીંટાએ તેના પુર્વ બોયફ્રેન્ડ નેસ વાડિયા સામે છેડતીનો આરોપ મુકીને પોલિસ ફરિયાદ કરી હતી.પ્રીતિએ નેસ પર આરોપ લગાવ્યો છે કે 2014ની એક આઈપીએલ મેચ દરમિયાન નેસે તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.જો કે આ કેસમાં નેસ વાડિયા જામીન પર છુટી ગયા હતા. હવે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.કોર્ટમાં નેસ વાડિયાએ પોતાની […]

Trending Entertainment
6y નેસ વાડિયાએ કેસને રદ કરવા કોર્ટને અપીલ કરી, પ્રીતિએ કહ્યું હજુ રાહ જુવો

મુંબઇ

બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝીંટાએ તેના પુર્વ બોયફ્રેન્ડ નેસ વાડિયા સામે છેડતીનો આરોપ મુકીને પોલિસ ફરિયાદ કરી હતી.પ્રીતિએ નેસ પર આરોપ લગાવ્યો છે કે 2014ની એક આઈપીએલ મેચ દરમિયાન નેસે તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.જો કે આ કેસમાં નેસ વાડિયા જામીન પર છુટી ગયા હતા.

હવે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.કોર્ટમાં નેસ વાડિયાએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે અપીલ કરી છે.કેસમાંથી પોતાને ખારીજ કરવાની અપીલની સુનવણી હાલ કોર્ટમાં ચાલી રહી છે.

હાલની સુનાવણીમાં નેસ વાડિયા નિરાશા થયા હતા. નેસ વાડિયાની અપીલ સામે જવાબ આપવા માટે પ્રીતિ ઝીંટાએ કોર્ટ પાસે સમય માંગ્યો છે.આનો બીજો મતલબ એવો પણ કાઢવામાં આવે છે કે કેસમાં નેસને કાઢવા માટે હજુ પ્રીતિએ મન બનાવ્યું નથી.

13 જુન 2014ના દિવસે પ્રીતિ ઝીંટાએ તેના બિઝનેસમેન અને એક્સ બોયફ્રેન્ડ અને તેની સાથે કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયા પર ખરાબ વર્તન કરવા અને ધમકીનો આરોપ લગાવ્યો હતો. આ મેચ કિંગ્સ ઇલેવિન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સના વચ્ચે હતી.

આ મામલના 4 વર્ષ પછી મુંબઈ પોલીસે વર્ષ 2018 ફેબ્રુઆરીમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. નેસ વાડિયા હાલ બેલ પર છુટેલા છે. બેલની કંડીશન પ્રમાણે તેમને દેશની બહાર જવા માટે દરેક વખતે કોર્ટની મંજુરી લેવી પડશે. નેસ દ્રારા આરોપ પરત લેવા વાળી વિનંતી પર પ્રીતિના વકીલના તરફથી ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ હજુ સુધી પ્રીતિ તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી.

દેશની બહાર જવા માટે આવતા આ વિઘ્નોના કારણે નેસના વકિલોએ આ કેસને પાછો લેવાની માટેની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે પણ નેસને નિરાશા મળી હતી. પ્રીતિની ટીમ પ્રમાણે હજુ પણ બંને ટીમ વચ્ચે કંઇક ડિસ્કશન ચાલી રહ્યું છે. હજી સુધી કેસમાં કોઈ ચોક્કસ ઉકેલ મળ્યો નથી. તેથી કોઈપણ નિર્ણય લેતા પ્રીતિની ટીમ વધુ સમય લેશે.