Not Set/ રિયલ એસ્ટેટ બાદ હવે ઝહીર ઇકબાલ ફિલ્મ નોટબુક સાથે કરી રહ્યો છે ડેબ્યૂ

મુંબઇ, સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી ‘નોટબુક’ હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ […]

Trending Entertainment
trp 2 રિયલ એસ્ટેટ બાદ હવે ઝહીર ઇકબાલ ફિલ્મ નોટબુક સાથે કરી રહ્યો છે ડેબ્યૂ

મુંબઇ,

સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી ‘નોટબુક’ હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સક્સેસફૂલ કરિયર બનાવી ચૂક્યા છે.

અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એક એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ માંડી રહ્યા છે. એક્ટિંગમાં હાથ અજમાવતાં પહેલાં ઝહીરે શહેરમાં એક પ્રીમિયમ બિલ્ડિંગ માટે બિલ્ડર તરીકે પણ કામ કર્યું છે. એટલું જ નહી તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઝહીરના પિતા અભિનેતા સલમાન ખાનના સારા મિત્ર છે અને આ કારણે જ ઝહીર ફિલ્મ ઉદ્યોગના સંપર્કમાં આવ્યા અને અભિનયમાં તેમની રૂચિનો જન્મ થયો.

ફિલ્મ ‘નોટબુક’ તે સમય પર આધારિત જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વધુ વિકસિત ન હતા. આ ફિલ્મ દ્વારા નિતિન કક્કડે બે અજનબીઓને રોમેન્ટિક કહાણીમાં જાદૂ પાથર્યો છે જે એક જ નોટબુકના પાના છે. એકબીજા સાથે જોડાયેલા તો છે પરંતુ અલગ-અલગ છે, ફિલ્મમાં બે દિલોનો ઉંડો સંબંધ રજૂ કરવામાં આવ્યો છે.