Not Set/ 32 કરોડના ઈનામી કુખ્યાત આતંકી મુલ્લા ફઝલુલ્લાહને ડ્રોન હુમલામાં કરાયો ઠાર

અમેરિકાના સૈન્ય અધિકારીના વોઈસ ઓફ અમેરિકા (વીઓએ) જણાવ્યું કે તેમણે તહરીક-એ-તાલીબાનના લીડર મુલ્લા ફઝલ ઉલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેમણે ડ્રોન હુમલા દ્વારા તેને નિશાન બનાવ્યો જેમાં તેની મોત થઇ ગઈ છે. આ પહેલા નવેમ્બર 2013માં પણ અમેરિકાએ આવો જ હુમલો કરીને તબાહી-એ-તાલિબાન પાકિસ્તાનના હાકિમુલ્લા મેહસૂદને ઠાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા […]

Top Stories World Trending
ttp terrorist 1529032108 32 કરોડના ઈનામી કુખ્યાત આતંકી મુલ્લા ફઝલુલ્લાહને ડ્રોન હુમલામાં કરાયો ઠાર

અમેરિકાના સૈન્ય અધિકારીના વોઈસ ઓફ અમેરિકા (વીઓએ) જણાવ્યું કે તેમણે તહરીક-એ-તાલીબાનના લીડર મુલ્લા ફઝલ ઉલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેમણે ડ્રોન હુમલા દ્વારા તેને નિશાન બનાવ્યો જેમાં તેની મોત થઇ ગઈ છે.

આ પહેલા નવેમ્બર 2013માં પણ અમેરિકાએ આવો જ હુમલો કરીને તબાહી-એ-તાલિબાન પાકિસ્તાનના હાકિમુલ્લા મેહસૂદને ઠાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા દ્વારા આ હુમલો 13 જૂને કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે કમાન્ડર ફઝલ ઉલ્લાહ ઠાર થઈ  ગયો છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નહતો.

પાકિસ્તાનની સમાચાર ચેનલ જિયો ન્યૂઝે ઓ’ડોનેલના સૂત્રોથી જણાવ્યું છે કે અમેરિકી સુરક્ષા દળ અફઘાન સરકાર દ્વારા તાલિબાનની સાથે કરાયેલ સંઘર્ષ વિરામનું પાલન કરી રહ્યાં છે. જોકે અમેરિકાની મીડિયામાં આવતી ખબરો પ્રમાણે ફઝલુલ્લાહને નિશાનો બનાવીને જ આ હુમલો કરવામાં આવ્યો હતો.

શુક્રવારે અમેરિકી સૈન્ય અધિકારી વોઈસ ઓફ અમેરિકાના કમાન્ડરે આ વાતનો ખુલાસો કર્યો છે. જેના સાથે 5 મિલિયન ડોલર એટલે કે આશરે 32 કરોડનું ઈનામ હતું.

પાકિસ્તાની અધિકારીઓ પ્રમાણે ઘણાં આક્રમક અભિયાન પછી તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનમાંથી ભગાડવામાં આવ્યો હતો. જે પછી ફઝલુલ્લાહએ અફઘાનિસ્તાનમાં શરણ લીધું હતું. 2013માં ફઝલુલ્લાહને તહરીક-એ-તાલીબાનનો વડો બનાવવામાં આવ્યો હતો.