Not Set/ બીગ-બી અને જયા બચ્ચનની કુલ સંપત્તિ ૬ વર્ષમાં થઇ ડબલ, જુઓ ધનરાશિની તમામ વિગત

લખનઉ, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેઓના પત્ની જયા બચ્ચનની કુલ સંપત્તિની વિગતો સામે આવી છે. બચ્ચન દંપતી પાસે કુલ ૧૦ અબજ રૂપિયાની કુલ સંપત્તિ હોવાનું જણાવવામાં આવ્યું છે. બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન દરમિયાન તેમની સંપત્તિની આ વિગતો જાહેર કરી હતી. શુક્રવારે જયા બચ્ચન દ્વારા ભરવામાં આવેલા […]

India
aaa 1 બીગ-બી અને જયા બચ્ચનની કુલ સંપત્તિ ૬ વર્ષમાં થઇ ડબલ, જુઓ ધનરાશિની તમામ વિગત

લખનઉ,

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેઓના પત્ની જયા બચ્ચનની કુલ સંપત્તિની વિગતો સામે આવી છે. બચ્ચન દંપતી પાસે કુલ ૧૦ અબજ રૂપિયાની કુલ સંપત્તિ હોવાનું જણાવવામાં આવ્યું છે. બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન દરમિયાન તેમની સંપત્તિની આ વિગતો જાહેર કરી હતી.

શુક્રવારે જયા બચ્ચન દ્વારા ભરવામાં આવેલા રાજ્યસભાના નોમિનેશન દરમિયાન જણાવવામાં આવેલી વિગતો અનુસાર, બચ્ચન દંપતીની કુલ સંપત્તિ ૬ વર્ષમાં ડબલ થઇ ચુકી છે. ૨૦૧૨માં બચ્ચન દંપતીની કુલ સંપત્તિ ૫૦૦ કરોડ રૂપિયા હતી તે ૨૦૧૮માં વધીને બમણી એટલે કે ૧૦૦૦ કરોડ રૂપિયા થઇ ચુકી છે.

નોમિનેશન પત્રમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, અમિતાભ અને જયા બચ્ચન પાસે કુલ ૪૬૦ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. જે પણ છેલ્લા છ વર્ષમાં ડબલ થઇ ચૂકી છે. ૨૦૧૨માં તેઓની સ્થાવર મિલકત ૧૫૨ કરોડ રૂપિયા હતી. જયારે બચ્ચન દંપત્તિ પાસે ૫૪૦ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ પણ છે જે ૨૦૧૨માં ૩૪૩ કરોડ રૂપિયા હતી.

જયા બચ્ચન દ્વારા જાહેર કરવામાં સોગંદનામાં મુજબ, આ દંપત્તિ પાસે કુલ ૬૨ કરોડ રૂપિયાની જ્વેલરી છે. જેમાં અમિતાભ બચ્ચન પાસે ૩૬ કરોડ રૂપિયા જયારે તેઓના પત્ની પાસે ૨૬ કરોડ રૂપિયાની જ્વેલરી છે. આ ઉપરાંત તેઓની સંપત્તિમાં ૧૩ કરોડ રૂપિયાનની ૧૨ કારોનો પણ સમાવેશ થાય છે. જેમાં રોલ્સ રોયસ, ત્રણ મર્સિડીઝ, એક પોર્શે અને એક રેન્જરોવર કાર સામેલ છે. તેમજ અભિતાભ બચ્ચન એક નેનો કાર અને એક ટ્રેકટર પણ ધરાવે છે.

thumb 600 500 jaya bachchanoLKA બીગ-બી અને જયા બચ્ચનની કુલ સંપત્તિ ૬ વર્ષમાં થઇ ડબલ, જુઓ ધનરાશિની તમામ વિગત

જયા બચ્ચન દ્વારા પોતાના એફિડેવિટમાં વિદેશમાં જમા થયેલી ધનરાશિની વિગત પણ જણાવવામાં આવી છે. જયા બચ્ચન અને અમિતાભ લંડન, દુબઈ અને પેરિસમાં બેંક ખાતું ધરાવે છે. દેશ અને વિદેશમાં મળીને બચ્ચન ફેમિલી પાસે કુલ ૧૯ બેંક ખાતાઓ છે. આ ખાતાઓમાંથી ચાર ખાતા જયા બચ્ચનના નામ પર છે, જેમાં કુલ ૬.૮૪ કરોડ રૂપિયા જમા છે. જયારે અમિતાભ બચ્ચનના ૧૫ ખાતાઓમાં ૪૭ કરોડ ૪૭ લાખ રૂપિયાથી વધુ ફિક્સ ડીપોઝીટ અને કેસ જમા છે.

03365 બીગ-બી અને જયા બચ્ચનની કુલ સંપત્તિ ૬ વર્ષમાં થઇ ડબલ, જુઓ ધનરાશિની તમામ વિગત

આ ઉપરાંત અમિતાભ બચ્ચન પાસે ૩.૪ કરોડ રૂપિયા અને જયા બચ્ચન પાસે કુલ ૫૧ લાખ રૂપિયાની ઘડિયાળ છે. તેમજ અમિતાભ બચ્ચન ૯ લાખ રૂપિયા કરતા વધુ રકમની પેન છે. બચ્ચન દંપત્તિ મુંબઈ અને દિલ્લીમાં પ્રોપર્ટી ધરાવે છે આ ઉપરાંત તેઓ ફ્રાન્સમાં બ્રિગ્નોગન પ્લેગમાં ૩,૧૭૫ ચોરસ મીટરનો રેસિડેન્શિયલ પ્લોટ પણ ધરાવે છે. તેઓ ભારતમાં નોઇડા, ભોપાલ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પ્રોપર્ટી ધરાવે છે.

જયા બચ્ચન લખનઉમાં આવેલા કાકોરી એરિયામાં ૧.૨૨ હેકટરનો એગ્રીકલ્ચર પ્લોટ પણ ધરાવે છે જેની કિંમત ૨.૨ કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન પણ બારાબંકી જિલ્લાના દત્તપુર એરિયામાં ૩ એકર પ્લોટના માલિક છે જેની કિંમત ૫.૭ કરોડ રૂપિયા છે.