Not Set/ LIVE : આકસ્મિક રીતે ડૂબવાથી થયું શ્રીદેવીનું નિધન, ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો

દુબઈ, શનિવારે રાત્રે દુબઈની હોટલમાં થયેલા બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ ઉભી થયેલી અટકળો વચ્ચે એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં આ અભિનેત્રીનું નિધન આકસ્મિક રીતે ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત શ્રીદેવીના શરીરમાંથી આલ્કોહોલ મળી આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હોટેલના બાથટબમાં પડી ગયા બાદ ડુબી જવાના […]

Top Stories
હ h LIVE : આકસ્મિક રીતે ડૂબવાથી થયું શ્રીદેવીનું નિધન, ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો

દુબઈ,

શનિવારે રાત્રે દુબઈની હોટલમાં થયેલા બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ ઉભી થયેલી અટકળો વચ્ચે એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં આ અભિનેત્રીનું નિધન આકસ્મિક રીતે ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત શ્રીદેવીના શરીરમાંથી આલ્કોહોલ મળી આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હોટેલના બાથટબમાં પડી ગયા બાદ ડુબી જવાના કારણે શ્રીદેવીનું મોત થયું છે.

દુબઈની ઓથોરિટી દ્વારા ભારતીય દૂતાવાસને અભિનેત્રી શ્રીદેવીના નિધન અંગેના તમામ દસ્તાવેજો સોપી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યો નથી પરંતુ ગલ્ફ ન્યુઝના એક અખબાર દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવી કાર્ડિયાક ટેસ્ટ બાદ તે બાથરૂમમાં ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

આરબ દેશોમાં કામ કરી રહેલા એક સ્વતંત્ર પત્રકારના મત મુજબ, જયારે પણ કોઈ વ્યક્તિનું હોસ્પિટલમાં નિધન થાય છે, ત્યારે તેના નિધન પાછળનું કારણ સમજી શકાય છે અને જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરાતી હોય છે. પરંતુ જયારે કોઈ વ્યક્તિનું હોસ્પિટલની બહાર નિધન થાય છે કે કોઈ કુદરતી રીતે મૃત્યુ થાય છે. ત્યારે પોલીસને જાણ કરાય છે અને તેઓ તપાસ કર્યા બાદ પહેલા કેસ દાખલ કરે છે.

પત્રકાર વાસુદેવ રાઉએ જણાવ્યું, જયારે કોઈ વિદેશી વ્યક્તિના અવસાન બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રક્રિયા કરતા વધુ જટિલ બની જતી હોય છે. આ માટે કેટલાક કાયદાકીય નિયમોમાંથી પસાર થવામાં આવતું હોય છે.

sridevi story 650 072814051104 LIVE : આકસ્મિક રીતે ડૂબવાથી થયું શ્રીદેવીનું નિધન, ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો

આ પ્રક્રિયામાં સૌ પ્રથમ દેહને હોસ્પિટલ અલ ક્યુસેસના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોરેન્સિક ડીપાર્ટમેન્ટની સામાન્ય તપાસ પછી પાર્થિવ દેહને પોલીસને સોપી દેવામાં આવે છે. ઓટોસ્પાઈ રિપોર્ટ આવ્યા બાદ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને અંતે આ માટે પોલીસની મંજુરી લેવામાં આવતી હોય છે.

પોલીસ દ્વારા જે વ્યક્તિનું મોત થયું છે એના વિઝાની પણ તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ દુબઈ સ્તિથ ભારતીય દૂતાવાસ તે વ્યક્તિનો પાસપોર્ટ રદ્દ કરતા હોય છે અને દેહને ભારત આવવા માટે NOC (નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવતું હોય છે.

મહત્વનું છે કે, શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ આ અભિનેત્રીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ચુક્યું છે પરંતુ દુબઈની કાનૂની ઔપચારિકતાઓ તેમજ ફોરેન્સિક રિપોર્ટના કારણે તેઓના પરિવારજનોને પાર્થિવ દેહ આપવામાં આવ્યો ન હતો.