Not Set/ શ્રીદેવીનો પાર્થિવ દેહ સાંજ સુધી મુંબઇ પહોંચશે, અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ, અંબાણીએ મોકલ્યું પ્લેન

મુંબઇ, બોલીવુડની ક્વીન શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવાર સાંજ સુધી મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ લાવવા માટે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું પ્રાઈવેટ જેટ દુબઈ પહોંચી ગયું છે. દુબઈના અધિકારીઓ તરફથી મંજૂરી મળતાં જ શ્રીદેવીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. શ્રીદેવીનો પાર્થિવ દેહ વર્સોવા સ્થિત તેમના ઘર ભાગ્ય બંગલામાં લાવવામાં આવશે. ઘરને […]

Top Stories
sridevi1 શ્રીદેવીનો પાર્થિવ દેહ સાંજ સુધી મુંબઇ પહોંચશે, અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ, અંબાણીએ મોકલ્યું પ્લેન

મુંબઇ,

બોલીવુડની ક્વીન શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવાર સાંજ સુધી મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ લાવવા માટે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું પ્રાઈવેટ જેટ દુબઈ પહોંચી ગયું છે. દુબઈના અધિકારીઓ તરફથી મંજૂરી મળતાં જ શ્રીદેવીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. શ્રીદેવીનો પાર્થિવ દેહ વર્સોવા સ્થિત તેમના ઘર ભાગ્ય બંગલામાં લાવવામાં આવશે. ઘરને સફેદ ફુલોથી સજાવવામાં આવ્યું છે.

બીજી તરફ શ્રીદેવીના નિવાસસ્થાને તેમના ચાહકોની ભીડ ભેગી થઇ છે. અમુક ચાહકો પરમ દિવસથી તેમના અંતિમ દર્શન માટે ઘરની બહાર ભુખ્યા તરસ્યા બેસી રહ્યાં છે.

રજનીકાંત સહિતના સાઉથના સ્ટાર્સ પણ સ્વર્ગસ્થ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ આવે તેવી શક્યતા છે. હાલ મળતી માહિતી અનુસાર, ચિરંજીવી, નાગાર્જુન, વેંકટેશ, પ્રકાશ રાજ જેવા સાઉથના કલાકારો મુંબઈ આવી રહ્યા છે.

શ્રીદેવીના ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે, કે તેમના મૃતદેહને ભારત લાવવામાં આટલી વાર કેમ થઈ રહી છે. સાઉદી અરેબિયાના કાયદા અનુસાર, કોઈ વિદેશીનું હોસ્પિટલ બહાર મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરવું જરુરી છે. ખલીજ ટાઈમ્સ અનુસાર, દુબઈના અધિકારીઓએ રવિવારે સાંજે જ જણાવી દીધુ હતું કે, પોસ્ટમોર્ટમ થઈ ગયુ છે અને લેબ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોમવારે બપોર સુધી આવે તેવી શક્યતા છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવારે મોડી સાંજે આવે તેવી શક્યતા છે.