Not Set/ ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

વૈજ્ઞાનિકો ટેકનોલોજીમાં હવે ઘણા આગળ વધી ગયા છે. દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ પૃથ્વીની બહાર પણ જીવન છે તે સાબિત કરવા અંતરીક્ષમાં શોધખોળો કરતી જ રહેતી હોય છે, વૈજ્ઞાનિકોને ચંદ્રની ધરતી પર પાણીના પુરાવા, બફર, નદીઓના પુરાવા મળ્યા છે જેના કારણે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાય માણસ ચંદ્રની ધરતી પર રહી શકે તે માટે અવનવા પ્રયોગો કરતી રહેતી હોય […]

World
igloo ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

વૈજ્ઞાનિકો ટેકનોલોજીમાં હવે ઘણા આગળ વધી ગયા છે. દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ પૃથ્વીની બહાર પણ જીવન છે તે સાબિત કરવા અંતરીક્ષમાં શોધખોળો કરતી જ રહેતી હોય છે, વૈજ્ઞાનિકોને ચંદ્રની ધરતી પર પાણીના પુરાવા, બફર, નદીઓના પુરાવા મળ્યા છે જેના કારણે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાય માણસ ચંદ્રની ધરતી પર રહી શકે તે માટે અવનવા પ્રયોગો કરતી રહેતી હોય છે.

અવકાશ ક્ષેત્રે એક બાદ એક સિદ્ધિઓ મેળવી રહેલ ઈસરો હવે ચંદ્ર પર પોતાનુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે. ઈસરોએ ચંદ્ર પર ઈગ્લૂ બનાવવાનુ કામ શરુ કર્યુ છે. આ માટે રોબોટ્‌સ અને થ્રીડી પ્રિન્ટર્સ મોકલવામાં આવશે.

63072867 ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

જેમ ભયંકર ઠંડીમાં એન્ટાર્કટિકામાં માણસ ઈગ્લૂ બનાવીને તેમાં રહે છે. એવી જ રીતે હવે ચંદ્રની ધરતી પણ માણસ રહી શકશે. ઈગ્લૂ એટલે બરફના ટુકડાઓ માંથી બનવવામાં આવતું એક નાનું ઘર.

igloo best ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

 

વૈજ્ઞાનિકો ઈગ્લૂ બનવવા માટે ચંદ્રની માટી અને અન્ય મટીરીયલ્સનો ઉપયોગ કરશે. અત્યારે એક મોડલની મદદથી થ્રીડી પ્રિન્ટર્સનો ઉપયોગ કરી સમગ્ર પ્રક્રિયાનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. આ માટે વૈજ્ઞાનિકોએ પાંચ ડિઝાઈન તૈયાર કરી છે અને તેમને આશા છે કે, તેઓ ચંદ્ર પર ઈગ્લૂ બનાવવામાં સફળ રહેશે.

Mooncolony ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

ઈસરો સેટેલાઈટ સેન્ટરના ડાયરેક્ટર અન્નાદુરાઈએ આ સમગ્ર ઘટનાને એન્ટાર્કટિકામાં બનેલ ભારતીય ઈગ્લૂ સાથે જોડી છે. તેમણે જણાવ્યુ હતું કે, એન્ટાર્કટિકાની જેમ જ અમે ચંદ્ર પર પણ રહી શકીએ તે માટે ઈગ્લૂ બનાવવાનુ વિચારી રહ્યા છીએ.

Lunar base made with 3D printing ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

સ્પેસ સ્ટેશન વધુ દિવસ ટકી શકે તેમ નથી. જેથી ભારત ઉપરાંત અન્ય દેશો પણ ચંદ્ર પર રહી શકે તે માટે ઈગ્લૂ બનાવવા અંગે વિચારી રહ્યા છે. જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે ભારત તેમાં પોતાની જાતને સૌથી આગળ રાખવા માંગે છે.

અન્નાદુરાઈએ જણાવ્યુ હતું કે, આવા સ્ટ્રક્ચરને સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે અમારે સ્માર્ટ મટીરીયલ્સની જરુરીયાત છે. થોડા દિવસોમાં અંતરીક્ષ યાત્રીઓ સ્પેસમાં વધુ સમય રહી શકશે. ત્યારે ઈસરો સમગ્ર અભિયાનને સફળ બનાવવા માંગે છે.

1200px Moon colony with rover ઈસરો ચંદ્રની ઘરતી પર રહી શકાય તે માટે બનાવશે ઈગ્લૂ

વધુમાં જણાવ્યુ હતું કે, અમારી પાસે ચંદ્રની માટી જેવા મટિરીયલ્સ લગભગ ૬૦ ટન જેટલા છે. ઈગ્લૂ બનાવવા માટે હજી સુધી કોઈ સત્તાવાર મિશન લોન્ચ કરવામાં આવ્યુ નથી. પરંતુ ઈસરો ટેકનીકલ રીતે તૈયાર રહેવા માંગે છે.