Not Set/ ફોટો: 20 વર્ષ પછી ફરી ફિલ્મ યમલા પગલા… માં સ્ક્રીન શેર કરશે ધર્મેન્દ્ર-શત્રુઘ્ન સિન્હા..

મુંબઈ ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાની મિત્રતા બોલિવૂડનાં શ્રેષ્ઠ મિત્રોમાં ગણાવામાં આવે છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ તેમના ચાહકો 20 વર્ષ પછી ફિલ્મ “યમલા પગલા દીવાના ફિર સે” માં ફરી આ જોડીને જોઈ શકાશે ગયા અઠવાડિયે બંને અભિનેતાઓએ સાથે મળીને ફિલ્મનું શૂટિંગ કર્યું છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર ઉભરી આવ્યા છે […]

Trending Entertainment
SSA ફોટો: 20 વર્ષ પછી ફરી ફિલ્મ યમલા પગલા... માં સ્ક્રીન શેર કરશે ધર્મેન્દ્ર-શત્રુઘ્ન સિન્હા..

મુંબઈ

ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાની મિત્રતા બોલિવૂડનાં શ્રેષ્ઠ મિત્રોમાં ગણાવામાં આવે છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ તેમના ચાહકો 20 વર્ષ પછી ફિલ્મ “યમલા પગલા દીવાના ફિર સે” માં ફરી આ જોડીને જોઈ શકાશે

ગયા અઠવાડિયે બંને અભિનેતાઓએ સાથે મળીને ફિલ્મનું શૂટિંગ કર્યું છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર ઉભરી આવ્યા છે શત્રુઘ્ન સિન્હા ફિલ્મમાં જજની ભૂમિકામાં દેખાશે અની ધર્મેન્દ્ર વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શત્રુઘ્નની એન્ટ્રી ફિલ્મને વધુ મસાલેદાર બનાવશે. ફિલ્મમાં કોર્ટ રૂમ ડ્રામા જોવા મળશે. ‘યમલા પગલા દિવાના ફિર સે’ 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે. સની અને બોબી દેઓલ પણ આમાં જોવા મળશે.

ધર્મેન્દ્ર-શત્રુઘ્નના પરિવાર સાથે સારા સંબંધ છે. ધર્મેન્દ્ર શત્રુઘ્ન સિન્હાને તેમના નાના ભાઈ તરીકે મને છે. બંનેએ સાથે ‘દોસ્ત’, ‘બ્લેકમેલ’ અને ‘તીસરી આંખ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Instagram will load in the frontend.

“યમલા પગલા દીવાના સીરીઝની આ નવી ફિલ્મ પણ આ વખતે કોમેડીથી ભરપૂર હશે,જેમાં પિતા ધર્મેન્દ્ર તેના પુત્રો સની અને બોબી દેઓલ સાથે કોમેડીનો તડકો લગાવી રહ્યા છે. આ ફિલ્મમાં ખરબંદા, અસરાની અને સતીષ કૌશિક પણ છે. ખાસ પેકેજ તરીકે સલમાન ખાન પણ સામેલ છે. સલમાનએ આ ટીઝરમાં વોઈસ ઓવર  આપ્યો છે.સલમાન સાથે  સોનક્ષી સિંહા, શત્રુઘ્ન સિંહા અને રેખા પણ આ ફિલ્મના એક ગીતમાં જોવા મળશે.