Not Set/ મુંબઇ પછી બ્રાઝિલ પહોંચ્યા પ્રિયંકા અને નિક, જાણો શું છે આગળનો પ્લાન

મુંબઈ પ્રિયંકા ચોપરાએ તેના કથિત બોયફ્રેન્ડ નિક જોનસને અમેરિકાથી મુંબઇમાં પોતાની માતા સાથે મળવવા માટે લાવી હતી. આ સમય દરમિયાન તેઓ મીડિયામાં છવાયેલા રહ્યા હતા. તેમણે માત્ર ગોવામાં પાર્ટી જ નહીં પરંતુ મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈમાં પણ સામીલ થયા હતા. મુંબઇ પછી હવે  પ્રિયંકા અને નિક અમેરિકાની બદલે બ્રાઝિલ ગયા છે. બ્રાઝિલના ગોઇઆન્યો શહેરમાં […]

Entertainment
mahi hhh મુંબઇ પછી બ્રાઝિલ પહોંચ્યા પ્રિયંકા અને નિક, જાણો શું છે આગળનો પ્લાન

મુંબઈ

પ્રિયંકા ચોપરાએ તેના કથિત બોયફ્રેન્ડ નિક જોનસને અમેરિકાથી મુંબઇમાં પોતાની માતા સાથે મળવવા માટે લાવી હતી. આ સમય દરમિયાન તેઓ મીડિયામાં છવાયેલા રહ્યા હતા. તેમણે માત્ર ગોવામાં પાર્ટી જ નહીં પરંતુ મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈમાં પણ સામીલ થયા હતા.

મુંબઇ પછી હવે  પ્રિયંકા અને નિક અમેરિકાની બદલે બ્રાઝિલ ગયા છે. બ્રાઝિલના ગોઇઆન્યો શહેરમાં 30 જૂન અને જુલાઇ 1 ના રોજ નિક જોનસનો મ્યુઝિક કન્સર્ટ છે. જેમાં પ્રિયંકા નિક સાથે આપશે.

આપને જણાવી દઈએ કે પ્રિયંકા નીક કરતા 10 વર્ષ મોટી છે. એક અહેવાલમાં,જણાવ્યું છે કે આ વર્ષે તે નિક જોનાસ સાથે સગાઇ કરી શકે છે. સગાઇ જુલાઈ અથવા ઓગસ્ટમાં થઈ શકે છે.

https://twitter.com/PriyankaDailyFC/status/1012823811610292224

અભિનેત્રી તરીકે પ્રિયંકાની કારકિર્દી ખૂબ સુરક્ષિત છે. તે મનોરંજનજગત માટે એક પ્રખ્યાત અને વિશ્વસનીય ચહેરો છે. હાલમાં, સલમાન ખાન સાથે “ભારત” તેમની મોટો પપ્રોજેક્ટ છે. છેલ્લી કેટલીક ફિલ્મોમાં, તે નાયકની જગ્યાએ મુખ્ય ભૂમિકામાં દેખાઇ હતી. હવે પ્રિયંકા લગ્નની યોજના છે. અહેવાલો અનુસાર, પ્રિયંકા આગળના તબક્કામાં નિક સાથે તેના સંબંધો આગળ લઇ જવા માંગે છે.આ પહેલાં, જૂનની શરૂઆતમાં પ્રિયંકા નિકના કઝિનના લગ્નમાં પહોંચી હતી.