Not Set/ પ્રિયંકા “ભારત” છોડી,ડિરેક્ટરે કહ્યું : તું જ્યાં રહે ત્યાં ખુશ રહે

મુંબઈ બોલીવુડ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરના એક ટ્વીટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હેરાન કરી દીધુ હતું. અલી અબ્બાસના ટ્‌વીટથી જ એ વાત પર મહોર લાગી ગઈ હતી કે ફિલ્મ “ભારત”માંથી પ્રિયંકાએ છેડો ફાડી દીધો છે. તેના આમ અચાનક ફિલ્મ છોડ્યા બાદ એવુ માનવામાં આવતુ હતું કે ફિલ્મની ટીમ તેનાથી નારાજ છે. જોકે ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર બાદ હવે ડાયરેક્ટર […]

Trending Entertainment
123 પ્રિયંકા "ભારત" છોડી,ડિરેક્ટરે કહ્યું : તું જ્યાં રહે ત્યાં ખુશ રહે

મુંબઈ

બોલીવુડ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરના એક ટ્વીટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હેરાન કરી દીધુ હતું. અલી અબ્બાસના ટ્‌વીટથી જ એ વાત પર મહોર લાગી ગઈ હતી કે ફિલ્મ “ભારત”માંથી પ્રિયંકાએ છેડો ફાડી દીધો છે. તેના આમ અચાનક ફિલ્મ છોડ્યા બાદ એવુ માનવામાં આવતુ હતું કે ફિલ્મની ટીમ તેનાથી નારાજ છે.

જોકે ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર બાદ હવે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરના નિવેદનને જાતે આવા અહેવાલ માત્ર અફવા જ લાગી રહ્યા છે. અલી અબ્બાસ ઝફરને પત્રકારોએ જ્યારે પ્રિયંકા ચોપરા અંગે કરેલ ટ્‌વીટ પર પુછ્યુ તો તેમણે જણાવ્યુ કે, મેં જે કીધુ છે તેના પર હું કાયમ છું. આની આગળ હું બીજુ કંઈ નહીં કહી શકુ.

પ્રિયંકા જ્યાં પણ છે હું તેના માટે ખુશ છું. ડાયરેક્ટરે આગળ જણાવ્યુ કે, પ્રિયંકા ઘણા વર્ષોથી મારી સારી મિત્ર રહી છે. હું આશા કરુ છું કે તેને જીવનમાં તમામ ખુશી અને પ્રેમ મળે. આશા રાખુ છું કે મારી બહુ જલ્દી તેની સાથે મુલાકાત પણ થશે.

આપને જણાવી દઈએ કે, સલમાન ખાન સ્ટારર ફિલ્મ “ભારત”માં પ્રિયંકા ચોપડાને લીડ રોલ માટે સાઈન કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેણે ફિલ્મ છોડી દીધી. ત્યારે હવે તેની જગ્યાએ આ ફિલ્મમાં કેટરીના કૈફને કાસ્ટ કરવામાં આવી છે.