Not Set/ ફિલ્મ ‘ભારત’માં સલમાન સાથે જોડાશે તેમનો બનેવી

 મુંબઈ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’નું શુટિંગ તો ચાલી રહ્યું છે. સાથે સાથે ફિલ્મમાં કલાકારોને પણ જોડવામાં આવી રહ્યાં છે. ફિલ્મની હિરોઈન કેટરીના કૈફ તો છે જ પરંતુ તેની સાથે  નાના કિરદારમાં પણ મોટા કલાકારો જોવા મળશે. ફિલ્મમાં જૈકી શ્રોફ,દિશા પાટની પછી વરુણ ધવનનું નામ જોડવામાં આવ્યું હતું. આબુ ધાબીમાં વરુણએ તેના ભાગનું શુટિંગ કર્યું […]

Uncategorized
yao ફિલ્મ 'ભારત'માં સલમાન સાથે જોડાશે તેમનો બનેવી

 મુંબઈ

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’નું શુટિંગ તો ચાલી રહ્યું છે. સાથે સાથે ફિલ્મમાં કલાકારોને પણ જોડવામાં આવી રહ્યાં છે. ફિલ્મની હિરોઈન કેટરીના કૈફ તો છે જ પરંતુ તેની સાથે  નાના કિરદારમાં પણ મોટા કલાકારો જોવા મળશે.

ફિલ્મમાં જૈકી શ્રોફ,દિશા પાટની પછી વરુણ ધવનનું નામ જોડવામાં આવ્યું હતું. આબુ ધાબીમાં વરુણએ તેના ભાગનું શુટિંગ કર્યું અને સલમાન ખાનની ફિલ્મમાં નાનો રોલ નિભાવીને વરૂણ ખુબ જ ખુશ છે.

Related image

હવે આ ફિલ્મમાં  આયુષ શર્માને પણ લેવાની માહિતી મળી રહી છે. ફિલ્મમાં આયુષ શર્મા મહત્વના રોલમાં જોવા મળશે. આયુષની તાજેતરમાં ફિલ્મ ‘લવયાત્રી’ રિલીઝ થઇ છે. જેનું પ્રદર્શન ઉમ્મીદ કરતા ઓછું છે. જોકે આયુષનો અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સને લોકોએ પસંદ કર્યું છે.

ભારત ફિલ્મ સાથે જોડાયેલ લોકો અનુસાર આયુષને મુવીમાં લેવાનો નિર્ણય હાલમાં જ લેવામાં આવ્યો છે. સલમાનનું માનવું છે કે મોટી ફિલ્મમાં આયુષના નાના કિરદારથીઓ તેને ફાયદો જ થવાનો છે.