Not Set/ પ્રસ્થાનમના પ્રથમ લૂકમાં આ રીતે જોવા મળ્યા સંજય દત્ત, જુઓ

મુંબઈ સંજય દત્ત તેમના નવા પ્રોજેક્ટ સાથે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. સાહબ બીવી ગેંગસ્ટર -3, ટોરબાજ અને પ્રસ્થાનમ તેમની આગામી ફિલ્મો આવી રહી છે. મુવી પ્રસ્થાનમનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સંજય દત્તના ડાયલોગ સાંભળવા મળી રહ્યા છે. ફિલ્મના મોશન પોસ્ટરમાં સંજય દત્ત કર્તા અને ધોતીમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ખેતર […]

Entertainment
mahip 1 e1531214788422 પ્રસ્થાનમના પ્રથમ લૂકમાં આ રીતે જોવા મળ્યા સંજય દત્ત, જુઓ

મુંબઈ

સંજય દત્ત તેમના નવા પ્રોજેક્ટ સાથે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. સાહબ બીવી ગેંગસ્ટર -3, ટોરબાજ અને પ્રસ્થાનમ તેમની આગામી ફિલ્મો આવી રહી છે. મુવી પ્રસ્થાનમનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સંજય દત્તના ડાયલોગ સાંભળવા મળી રહ્યા છે.

ફિલ્મના મોશન પોસ્ટરમાં સંજય દત્ત કર્તા અને ધોતીમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ખેતર જોવા મળી રહ્યા છે. સંજયનો પાછળનો લૂક પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે આ સાથે, ડાયલોગ પણ સંભળાય છે. જેમાં સંજય કહે છે, “હક દોગે તો રામાયણ શુરુ હોગી, છીનોગે તો મહાભારત”

આ પોસ્ટર એક્ટરે તેના ટ્વિટર પર શેર કર્યું  છે. પ્રસ્થાનમ તેમના પ્રોડક્શન હેઠળ બની રહી છે. આ ફિલ્મ તેલુગુ સુપરહીટ ફિલ્મની હિન્દી રિમેક છે, ફિલ્મમાં, જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અમાયરા દસ્તૂર, અલી ફજલ જોવા મળશે. એવું કહેવાય છે કે મનિષા સંજય દત્તની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને દેવ કટ્ટા ડાયરેક્ટ કરી રહ્યા છે.

ફિલ્મ વિશેની સૌથી મહત્વની બાબત એ છે કે 11 વર્ષ પછી સંજય દત્ત અને જેકી શ્રોફ એક સાથે જોવા મળશે. તે પહેલાં તે એકલવ્ય ફિલ્મમાં જોવા મળ્યો હતો