Not Set/ જિમી શેરગીલનો ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3’થી ફર્સ્ટ લૂક રિલીઝ,જુઓ

મુંબઈ સાહેબ બીવી ઔર ગેંગસ્ટરની પ્રથમ કડીથી જ આ સીરીઝ સાથે જોડાયેલ અભિનેતા જિમી શેરગીલ હવે ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેનો ફર્સ્ટલૂક પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં તે ખૂબ જ ઈમ્પ્રેસીવ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લોન્ચ કરાયેલ મોશન પોસ્ટરમાં જિમી શેરગીલ સાહબના પાત્રમાં જોવા મળી રહ્યો છે. સ્ટાઈલિશ […]

Entertainment
mahivee જિમી શેરગીલનો ફિલ્મ 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3'થી ફર્સ્ટ લૂક રિલીઝ,જુઓ

મુંબઈ

સાહેબ બીવી ઔર ગેંગસ્ટરની પ્રથમ કડીથી જ આ સીરીઝ સાથે જોડાયેલ અભિનેતા જિમી શેરગીલ હવે ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3’માં પણ જોવા મળશે.

આ ફિલ્મમાં તેનો ફર્સ્ટલૂક પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં તે ખૂબ જ ઈમ્પ્રેસીવ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લોન્ચ કરાયેલ મોશન પોસ્ટરમાં જિમી શેરગીલ સાહબના પાત્રમાં જોવા મળી રહ્યો છે. સ્ટાઈલિશ મુંછો અને કડક તેવરવાળા તેનો અંદાજ જોવા જેવો છે. આ લૂકમાં જિમી ખામોશી બાદ આવતા તૂફાનને સ્પષ્ટ રીતે રજુ કરતો હોય તેવુ લાગી રહ્યુ છે. આ પોસ્ટર ખૂબ જ દમદાર છે, જે માટે દર્શકોને ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધારે તેવુ છે.

संबंधित इमेज

 

આપને જણાવી દઈએ કે જિમી ગત વર્ષે આવેલ ફિલ્મ મુક્કાબાજમાં પણ નજરે પડ્યો હતો, જેમાં તેની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા થઈ હતી અને હવે પ્રશંસકો તેને સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-૩માં જાવા માટે આતુર છે. આ ફિલ્મમાં જિમી ઉપરાંત સંજય દત્ત, માહી ગીલ, ચિત્રાંગદા સિંહ અને દીપક તિજારી પણ જોવા મળશે.

See the first look from Jimmy Shergill 'Saheb Biwi aur Gangster-3', see के लिए इमेज परिणाम