Not Set/ જો આલોક નાથ અફસોસ જાહેર કરશે તો હું તેને માફ કરીશ: વિતાં નંદા

મુંબઇ, ટીવી એક્ટર આલોક નાથ પર રેપ અને મારપીટનો આરોપ લગાવનારી રાઈટર-પ્રોડ્યુસર વિતાં નંદાએ કહ્યું કે જો આલોક નાથ પોતે કરેલા કાર્યો અંગે જો અફસોસ જાહેર કરે તો તે તેને માફ કરી શકે છે. બુધવારે આલોક વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં રેપની એફઆઇઆર દાખલ કર્યા બાદ વિતાંએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે.વિતાં કહ્યું હતું કે આલોકે કંઈક […]

Uncategorized
ssl જો આલોક નાથ અફસોસ જાહેર કરશે તો હું તેને માફ કરીશ: વિતાં નંદા

મુંબઇ,

ટીવી એક્ટર આલોક નાથ પર રેપ અને મારપીટનો આરોપ લગાવનારી રાઈટર-પ્રોડ્યુસર વિતાં નંદાએ કહ્યું કે જો આલોક નાથ પોતે કરેલા કાર્યો અંગે જો અફસોસ જાહેર કરે તો તે તેને માફ કરી શકે છે. બુધવારે આલોક વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં રેપની એફઆઇઆર દાખલ કર્યા બાદ વિતાંએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે.વિતાં કહ્યું હતું કે આલોકે કંઈક એવું કરી દેખાડવું જોઈએ કે જેથી તેને વિશ્વાસ થઈ જાય કે તે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે.

વિતાંએ કહ્યું કે તેણે આલોક નાથ સાથે બદલો લેવા માટે આ બધું નથી કર્યું. હું તેને સુધારવા માંગુ છું. તેને અફસોસ થવો જોઈએ, જેનાથી મને લાગે કે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા સાથે બળજબરી નહીં કરે જે રીતે તેને મારી સાથે કર્યું હતું. પરંતુ હાલ હું જે જોવું છું તેમાં તો તેની બેશરમી દેખાય છે.મને લાગતું નથી કે તેને અફસોસ થતો હોય.ઉલટું કોર્ટમાં તે અમારી પર આરોપો મુકે છે.

વિતાંની ફરીયાદ બાદ મુંબઇ પોલિસે આલોક નાથ પર રેપની કલમો લગાવીને ફરિયાદ દાખલ કરી છે.મીટુ કેમ્પન હેઠળ વિંતા નંદાએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા આલોકનાથ પર રેપનો આરોપ મૂક્યો હતો.જેમાં આલોક નાથનું નામ લખ્યા વગર તેમણે  લખ્યું કે એક વાર મને તેમના ઘરે એક પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. તે સમયે તેમની વાઇફ ( જે મારી સારી મિત્ર હતી) શહેરથી બહાર હતી. અમે બધા મિત્રોનું મળવાનું સામાન્ય હતું પરંતુ જેમ જ સાંજે પડવા લાગી મારા ડ્રિંક્સમાં કંઈક મેળવામાં આવ્યું અને મને વિચિત્ર લાગ્યું. રાત્રે 2 વાગ્યે હું તેમના ઘરેથી નીકળી હતી.

મેં ખાલી રસ્તા પર એકલા જ ચાલવાનું શરૂ કર્યું, જ્યારે મારું ઘર દૂર હતું … અને પછી રસ્તા પર તેણે મને અટકાવી. તે મારી ગાડીઓ ચલાવી રહ્યો હતો અને મને મારા ઘર છોડવા કહ્યું. હું વિશ્વાસ કરતી ગાડી બેઠી. તેના પછી મને થોડું-થોડું યાદ છે.તેમણે ખુબ દારૂ પીધો હતો.બીજા દિવસે હું ઉઠી ત્યારે મને ખબર પડી કે મારી પર રેપ થયો હતો.મેં મારા કેટલાક મિત્રોને આ વિશે જણાવ્યું, પરંતુ બધાએ મને ભૂલ કરી અને આગળ વધવાની સલાહ આપી.