Not Set/ એક્ટ્રેસ-ગાયક સોફી ચૌધરીની કારને અકસ્માત,કોઇને ઇજા નહી

મુંબઇ, બોલીવુડની અભિનેત્રી અને ગાયક સોફી ચૌધરીની બીએમડબ્લ્યુ કારની 21મી નવેમ્બરની રાત્રે મુંબઇના ખાર વિસ્તારમાં એક અકસ્માત થઇ ગયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે ઓટો રીક્ષાએ સોફીની કારને હિટ કરી દીધી હતી, જેના કારણે કારને આગળથી નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઇજા થઈ નથી. ઘટના વિશે સોફીએ કહ્યું કે જ્યારે હું મારા રસ્તાથી […]

Uncategorized
aa e1542949713558 એક્ટ્રેસ-ગાયક સોફી ચૌધરીની કારને અકસ્માત,કોઇને ઇજા નહી

મુંબઇ,

બોલીવુડની અભિનેત્રી અને ગાયક સોફી ચૌધરીની બીએમડબ્લ્યુ કારની 21મી નવેમ્બરની રાત્રે મુંબઇના ખાર વિસ્તારમાં એક અકસ્માત થઇ ગયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે ઓટો રીક્ષાએ સોફીની કારને હિટ કરી દીધી હતી, જેના કારણે કારને આગળથી નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઇજા થઈ નથી.

ઘટના વિશે સોફીએ કહ્યું કે જ્યારે હું મારા રસ્તાથી પસાર થઈ રહી હતી, ત્યારે ઝડપથી એક ઓટો રીક્ષાએ લાઈન કટ કરતા મને ઓવર ટેક કરવાની કોશિશ કરી. ત્યારે ઓટો ડ્રાઇવર તેની રીક્ષા અને મારી કાર વચ્ચેના અંતરનો અંદાજ લગાવી શક્યો નહીં અને સીધી જ મારી કાર સાથે અથડાઈ ગયો.

પોલીસે કેસ દાખલ કરી ઓટો ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસ ડ્રાયવરના સામે IPCની કલમ 279 અને 336 હેઠળ સામે બેદરકારીથી ગાડી ચલાવવા અને માણસના જીવને ખતરામાં નાખવાનો કેસ નોંધાવ્યો છે.

સોફી ચૌધરીએ સોશિઅલ મીડિયા પર તેના બોલ્ડ ફોટાઓ શેર કરીને હેડલાઇન્સમાં બની રહે છે. સોફીએ ટીવી સીરિયલ સિવાયની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.