Not Set/ ‘સુઈ ધાગા’નું ટ્રેલર થયું રિલીઝ, અહીં જુઓ ફિલ્મની સ્ટોરી…

મુંબઈ વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 3-મિનિટના આ ટ્રેલરમાં, ફિલ્મની વાર્તા સારી રીતે બતાવવમાં આવી છે. આ મમતા અને મોજીની સ્ટોરી છે, જેમણે જીવનમાં ઠોકર વાગ્યા પછી પોતાના આગામી જીવનના સપના જોવે છે. સખત મહેનતથી અશક્ય સપનાઓને પરિપૂર્ણ કરે છે. વરુણ ધવન અનુષ્કા શર્માની […]

Entertainment
aqw 'સુઈ ધાગા'નું ટ્રેલર થયું રિલીઝ, અહીં જુઓ ફિલ્મની સ્ટોરી...

મુંબઈ

વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 3-મિનિટના આ ટ્રેલરમાં, ફિલ્મની વાર્તા સારી રીતે બતાવવમાં આવી છે. આ મમતા અને મોજીની સ્ટોરી છે, જેમણે જીવનમાં ઠોકર વાગ્યા પછી પોતાના આગામી જીવનના સપના જોવે છે. સખત મહેનતથી અશક્ય સપનાઓને પરિપૂર્ણ કરે છે.

વરુણ ધવન અનુષ્કા શર્માની ફિલ્મ અદાકારીથી સજેલી ફિલ્મનું નિર્દેશિત દ્રારા શરત કટારિયા કરવામાં આવ્યું છે. વરુણ અને અનુષ્કા ફિલ્મમાં પતિ-પત્ની છે. શરતે આ પહેલા ‘દમ લગાકે હઈસા’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. પતિ-પત્નીની વાર્તા પર, આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મનિષ શર્માએ આ ફિલ્મને પ્રોડ્યુસકરી છે. આ ફિલ્મ અનુ મલિકના સંગીતની ધૂનોથી શણગારવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ મોટાભાગનું મધ્ય પ્રદેશમાં થયું છે.

જુઓ વીડીયો..

ટ્રેલરમાં, મોજીની ભૂમિકામાં એકવાર ફરી વરૂણ ધવન દેશી રૂપમાં જોવા મળશે. વરુણની અદાકારીને રોલને શ્રેષ્ઠ બનાવે છે. અનુષ્કા પ્રથમ વખત નોન ગ્લેમરસ લૂકમાં દેખાવ રહી છે. જોકે મમતાના રોલમાં  અનુષ્કા કપડાથી ગામડાની હોય તેમ લાગી રહી છે. પરંતુ તેના ચહેરાના એક્સપ્રેશથી મેળ ખાતા નથી.

યશરાજ બેનર હેઠળ આ ફિલ્મ એક ફ્રેશ સ્ટોરીના સાથે સ્ક્રીન પર આવી રહી છે. આ ફિલ્મ 28 મી સપ્ટેમ્બરના રોજ સિનેમામાં રિલીઝ કરવામાં આવશે.