Not Set/ ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારના આ વિજેતાઓને મળશે કરણ-રોહિતની ફિલ્મોમાં રોલ

મુંબઇ, સ્ટાર પ્લસના ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર’ શોની રવિવારે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારની ટ્રોફી નતાશા ભારદ્વાજ અને અમન ગંડોત્રાએ જીતી હતી ત્યારે હવે આ ટ્રોફી જીત્યા બાદ બંને વિનર્સને શોના ફોરમેટ અનુસાર જાણીતા ફિલ્મમેકર્સ કરણ જોહર અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરવાની તક મળશે. આ ફાઇનલ જીત્યા પછી નતાશા અને અમન […]

Entertainment
lllllllll ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારના આ વિજેતાઓને મળશે કરણ-રોહિતની ફિલ્મોમાં રોલ

મુંબઇ,

સ્ટાર પ્લસના ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર’ શોની રવિવારે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટારની ટ્રોફી નતાશા ભારદ્વાજ અને અમન ગંડોત્રાએ જીતી હતી ત્યારે હવે આ ટ્રોફી જીત્યા બાદ બંને વિનર્સને શોના ફોરમેટ અનુસાર જાણીતા ફિલ્મમેકર્સ કરણ જોહર અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરવાની તક મળશે. આ ફાઇનલ જીત્યા પછી નતાશા અને અમન માટે બોલિવુડની ટિકિટ પણ ફાઇનલ થઇ છે.

શોમાં ગ્રાંડ ફીનાલે સુધી નતાશા અને અમન ઉપરાંત આશીષ મલ્હોત્રા, હર્ષવર્ધન દેઓ, શ્રુતી શર્મા, નૈના સિંહ આ ચાર કલાકારો પણ પહોંચ્યા હતા. આમ અંતિમ સ્પર્ધા કુલ ૬ સ્પર્ધકો વચ્ચે હતી જેમાં અમન અને નતાશાએ બાજી મારી હતી.

આ શોમાં ૨૦ એક્ટર્સને ઓડિશન દરમિયાન તેમના પરફોર્મન્સ ઉપર સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ શોના જુદા જુદા પડાવ પર આ સ્પર્ધકોએ એકબીજા સાથે સ્પર્ધા કરતા પોતાની કળા દેખાડવાની હતી. સમગ્ર સિઝન દરમિયાન અમન અને નતાશાએ પોતાના પરફોર્મન્સથી દર્શકો અને જજીસનું દિલ જીતી લીધું હતું. આ ઉપરાંત ગ્રાન્ડ ફિનાલેમાં અનેક ટીવી સેલેબ્સે પણ પરફોર્મ કર્યું હતું. જેમાં કરણવીર બોહરા, સનાયા ઇરાની, અદા ખાન અને અર્જુન બિજલાની જેવા કલાકરો સ્ટેજ પર જોવા મળ્યા હતા. જ્યારે સમગ્ર શોને કરણ વાહી અને રિત્વિક ધંજાની હોસ્ટ કરી રહ્યાં હતા.