Not Set/ બિમાર ઇરફાનની ફિલ્મને પ્રમોટ કરવા ત્રણ ખાન એક સાથે જોવા મળશે

મુંબઇ   ગંભીર બિમારીમાં સપડાયેલ ઈરફાન ખાન હાલ તેની સારવાર માટે લંડન હોવાથી તેની આગામી ફિલ્મ ‘બ્લેકમેલને’ પ્રમોટ નહીં કરી શકે.જો કે ઇરફાનની ગેરહાજરીમાં બોલીવુડના બીજા સ્ટાર્સ હવે બ્લેકમેલનું પ્રમોશન કરવા આગળ આવ્યાં છે. હાલમાં જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ફિલ્મને રીવ્યુ કરીને તેના ઘણાં વખાણ કર્યા હતા.હવે માહિતી મળી છે કે સલમાન ખાન,આમીર ખાન અને શાહરૂખ […]

Entertainment
salma aamir shahrukh બિમાર ઇરફાનની ફિલ્મને પ્રમોટ કરવા ત્રણ ખાન એક સાથે જોવા મળશે

મુંબઇ  

ગંભીર બિમારીમાં સપડાયેલ ઈરફાન ખાન હાલ તેની સારવાર માટે લંડન હોવાથી તેની આગામી ફિલ્મ ‘બ્લેકમેલને’ પ્રમોટ નહીં કરી શકે.જો કે ઇરફાનની ગેરહાજરીમાં બોલીવુડના બીજા સ્ટાર્સ હવે બ્લેકમેલનું પ્રમોશન કરવા આગળ આવ્યાં છે. હાલમાં જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ફિલ્મને રીવ્યુ કરીને તેના ઘણાં વખાણ કર્યા હતા.હવે માહિતી મળી છે કે સલમાન ખાન,આમીર ખાન અને શાહરૂખ ખાન મળીને ફિલ્મ બ્લેક્મેલને પ્રમોટ કરવાના છે.

મળતી માહિતી મુજબ બ્લેકમેલ ફિલ્મના મેકર્સએ ત્રણેય ખાન માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખશે, જેમાં ત્રણેય ખાન સાથે મળીને ફિલ્મને જોશે અને ત્યારબાદ ફિલ્મનું પ્રમોશન કરશે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી ઈરફાન ખાનને તેની બીમારીની જાણ થતા તે ઈલાજ માટે રવાના થઈ ગયા હતા અને હાલ તે યુકે પોતાનો ઈલાજ કરવી રહ્યા છે. બોલીવુડના બીજા સ્ટાર પણ ઈરફાનની ફિલ્મને પ્રોમોટ કરી રહ્યા છે અને ટ્વીટ કરીને ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે.