Not Set/ રૂબીના અને  અભિનવ શુક્લાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

રૂબીના દિલેકે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Entertainment
rubina રૂબીના અને  અભિનવ શુક્લાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

‘બિગ બોસ 14′ ની વિજેતા રુબીના દિલેક સોશિયલ મીડિયા પર હાલ ચર્ચામાં છે. બિગ બોસ બાદ રૂબીના અને અભિનવ શુક્લા લોકોની પસંદગીની જોડી બની હતી. તેમના લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર  શુભેચ્છાઓ મળી રહી છે. 2018 માં બંનેએ સાત ફેરા લીધા હતા. બીજી તરફ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે રુબીના અને અભિનવના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનવ રૂબીના સાથે સાત ફેરા લેતો અને તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.

રૂબીના અને  અભિનવ શુક્લાના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હલ્દી, સંગીતથી લઈને લગ્ન સુધીની તમામ વિધિ નજરે પડે છે. આ વીડિયોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબી રહેલા જોવા મળે છે.રૂબીના અને અભિનવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક બીજાની શુભેચ્છા પાઠવી છે. જે બાદ ઘણી સેલીબ્રિટી અને ચાહકો સોશિયલ મીડિયા પર બંનેને અભિનંદન આપતા જોવા મળે છે. લગ્નની વર્ષગાંઠના પ્રસંગે બંને એક સાથે નથી. અભિનવ ખતરો કે ખિલાડી 11’ ના શૂટિંગ માટે કેપટાઉનમાં છે. આવી સ્થિતિમાં, બંનેએ વીડિયો કોલ પર પોતાનો ખાસ દિવસ ઉજવ્યો હતો.