Music/ આસીમ રિયાઝ અને સાક્ષી મલિકનું ‘LOVE SONG’ થયું રિલીઝ

લાંબી રાહ જોયા બાદ આસિમ રિયાઝનું નવું ગીત ‘વહમ’ આજે રિલીઝ થયું છે. ચાહકો લાંબા સમયથી આ ગીતની રાહ જોતા હતા, ચાહકોનો ઇન્તજારનો હવે અંત આવ્યો છે. ગીતમાં સાક્ષી મલિક અસીમ રિયાઝ સાથે જોવા મળી રહી છે.

Entertainment Videos
a 212 આસીમ રિયાઝ અને સાક્ષી મલિકનું 'LOVE SONG' થયું રિલીઝ

લાંબી રાહ જોયા બાદ આસિમ રિયાઝનું નવું ગીત ‘વહમ’ આજે રિલીઝ થયું છે. ચાહકો લાંબા સમયથી આ ગીતની રાહ જોતા હતા, ચાહકોનો ઇન્તજારનો હવે અંત આવ્યો છે. ગીતમાં સાક્ષી મલિક અસીમ રિયાઝ સાથે જોવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી ઘણી સારી લાગે છે. આ ગીત એક લવ ટ્રાયંગલ છે,જેને અરમાન મલિકે તેનો સુંદર અવાજ આપ્યો છે.

આ ગીતમાં આસીમ રિયાઝ પેઇન્ટર બન્યો છે, જે એક એવી છોકરીની પેન્ટિંગ દરરોજ બનાવે છે, જેને તે બાળપણથી પ્રેમ કરતો હતો, જોકે તે છોકરી કોઈ બીજાને પસંદ કરે છે અને તેના બોયફ્રેન્ડ સાથે લડ્યા પછી તે આસીમ પાસે આવે છે અને તેને બોયફ્રેન્ડને જલન કરાવવા માટે બોયફ્રેન્ડ બનાવવાનું નાટક કરાવે  છે. આગળ શું થાય છે તે જાણવા તમારે આખું ગીત જોવું પડશે.

આ ગીત ટી-સિરીઝની YouTube ફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનાં લિરિક્સ રશ્મિ વિરાગે લખ્યા છે અને ગીતનું સંગીત મનદાન ભારદ્વાજે આપ્યું છે. ગીત ખૂબ જ સુંદર છે અને ગીત જ્યાં શૂટ થયું છે તે સ્થાન જોઈને તમારી આંખોને શકુન મળશે.

કોણ છે અસીમ રિયાઝ?

આસીમ રિયાઝ વિશે વાત કરીએ તો તે એક અભિનેતા અને મોડેલ છે. બિગ બોસ 13 ના કન્ટેસ્ટંટ અસીમ રિયાઝ ફર્સ્ટ રનર અપ હતા, બિગ બોસમાં અસીમની જર્ની સારી પસંદ આવી હતી. અસમ ભલે આ શો જીતી ન શક્યો પણ લોકોનું દિલ જીતી લીધું હતું અને બિગ બોસ પછી અસીમ રિયાઝની ફેન ફોલોઇંગ વધી અને તે ઘણા ગીતોમાં જોવા મળી ચુક્યો છે.

કોરિયોગ્રાફર રેમો ડીસુઝાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

કોરોનાના દર્દીઓની સેવા કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રાને થયું પેરાલિસિસ, હોસ્પિટલમાં કરાઈ દાખલ

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…