Not Set/ ગર્લફ્રેન્ડ નતાશાને પરિવાર સાથે જોઈ વરૂણને થઈ ઇર્ષા કહ્યું કંઇક આવું

મુંબઇ, બોલિવૂડમાં વરૂણ ધવનના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે અને તે ખૂબ ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચા છે. આકાશ અંબાણીના લગ્નમાં વરૂણ ધવન જોવા નહોતો મળ્યો. જોકે વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા ધવન પરિવાર સાથે જોવા મળી હતી. અંબાણીના લગ્નમાં પોતાના પરિવાર સાથે નાતાશાનો ફોટો વરૂણ ધવને શેર કર્યો હતો અને લખ્યું […]

Uncategorized
tq 8 ગર્લફ્રેન્ડ નતાશાને પરિવાર સાથે જોઈ વરૂણને થઈ ઇર્ષા કહ્યું કંઇક આવું

મુંબઇ,

બોલિવૂડમાં વરૂણ ધવનના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે અને તે ખૂબ ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચા છે. આકાશ અંબાણીના લગ્નમાં વરૂણ ધવન જોવા નહોતો મળ્યો. જોકે વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા ધવન પરિવાર સાથે જોવા મળી હતી.

અંબાણીના લગ્નમાં પોતાના પરિવાર સાથે નાતાશાનો ફોટો વરૂણ ધવને શેર કર્યો હતો અને લખ્યું હતું કે મારા પેરેન્ટસે મને છોડી દીધો છે અને કોઈ બીજાને દત્તક લઇ લીધા છે. વરૂણની આ પોસ્ટ સોશિઅલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

નતાશાને અગાઉ પણ ધવન પરિવાર સાથે ફરતી જોવા મળી છે. વરૂણ ધવનનો પરિવાર આ સંબંધને સ્વીકારી ચૂક્યો છે. તાજેતરમાં જ વરૂણ ધવને કહ્યું હતું કે હું સ્કૂલના દિવસોથી જ નતાશાને જાણું છું. તે ઘણી સપોર્ટિવ છે. તે સમયે અમે ફક્ત મિત્રો હતા અને અમે એકબીજાને ડેટ પણ કરતા નહોતા. મને લાગે છે કે એક કપલ તરીકે એકબીજામાં ઇનવોલ્વ થવું જરૂરી છે.