Not Set/ વીડીયો: ‘યમલા પગલા દીવાના ફિર સે’નું ટ્રેલર રિલીઝ, જોવા મળ્યા સલમાન-રેખા

મુંબઈ ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ જોડી ફરી એક વાર તૈયાર છે. ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, ટ્રેલર કોમેડીથી ભરપુર જોવા મળી રહ્યું છે. ‘યમલા પગલા દીવાના’ 2011 માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ પછી, ફિલ્મનો બીજો ભાગ 2013 માં રિલીઝ થયો […]

Trending Entertainment Videos
વીડીયો: 'યમલા પગલા દીવાના ફિર સે'નું ટ્રેલર રિલીઝ, જોવા મળ્યા સલમાન-રેખા

મુંબઈ

ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ જોડી ફરી એક વાર તૈયાર છે. ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, ટ્રેલર કોમેડીથી ભરપુર જોવા મળી રહ્યું છે.

‘યમલા પગલા દીવાના’ 2011 માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ પછી, ફિલ્મનો બીજો ભાગ 2013 માં રિલીઝ થયો હતો, જેણે સરેરાશ પ્રતિક્રિયા પ્રાપ્ત કરી હતી. હવે મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. તેમના એક ગીતમાં, રેખા, સોનાક્ષી અને સલમાન પણ દેખાય રહ્યા છે. ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હાનો ફેમસ ડાયલોગ ખામોશ પણ હશે. આ ટ્રેલરને અત્યાર સુધીમાં દસ લાખ કરતાં વધુવાર વખત જોવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન 20 વર્ષ પછી સાથે જોવા મળશે.. ગયા અઠવાડિયે બંને અભિનેતાઓએ સાથે મળીને ફિલ્મ શૂટિંગ કર્યું હતું. શત્રુઘ્નસિન્હા ફિલ્મમાં જજની ભૂમિકામાં હાજર રહેશે. ધર્મેન્દ્ર વકીલની ભૂમિકામાં જોવા મળશે. ‘યમલા પગલા દીવાના ફેર સે’ 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. સની અને બોબી દેઓલ પણ આમાં જોવા મળશે.

જુઓ વીડીયો..