Not Set/ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માટે બનાવવામાં આવશે વાધા બોર્ડર

મુંબઇ, જ્યારથી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ને બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારથી આ મુવી કંઈકના કંઇક કારણોસર ચર્ચામાં છવાયેલી રહે છે. પછી ભલેને ફિલ્મની સ્ટોરી હોય કે સ્ટારકાસ્ટના કારણે આ ફિલ્મ કોઈના કોઈક કારણોથી ચર્ચાનો વિષય બની રહે છે. ફિલ્મનું આગળના શેડ્યુલનું શુટિંગ પંજાબમાં શરુ થઇ ચુક્યું છે. અલી અબ્બાસ ઝફરના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ […]

Uncategorized
sal સલમાન ખાનની ફિલ્મ 'ભારત' માટે બનાવવામાં આવશે વાધા બોર્ડર

મુંબઇ,

જ્યારથી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ને બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારથી આ મુવી કંઈકના કંઇક કારણોસર ચર્ચામાં છવાયેલી રહે છે. પછી ભલેને ફિલ્મની સ્ટોરી હોય કે સ્ટારકાસ્ટના કારણે આ ફિલ્મ કોઈના કોઈક કારણોથી ચર્ચાનો વિષય બની રહે છે. ફિલ્મનું આગળના શેડ્યુલનું શુટિંગ પંજાબમાં શરુ થઇ ચુક્યું છે.

Image result for salman khan bharat first look

અલી અબ્બાસ ઝફરના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ ‘ભારત’ના સમગ્ર સ્ટારકાસ્ટ પંજાબમાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના માટે વાધા-અટારી બોર્ડરનો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સ્ટોરી 70 વર્ષના સમયના વચ્ચેની હશે. જેમાં ભારતની આઝાદીથી લઈને વર્તમાન સમય સુધીની સ્ટોરી બતાવવામાં આવશે.

Image result for salman khan bharat katrina kaif

સ્ક્રિપ્ટ મુજબ ફિલ્મના કેટલાક સીન બોર્ડર પર ફિલ્માવામાં આવશે. પરંતુ સુરક્ષાના કારણોસર રિયલ સીમા પર આને શૂટ કરવું શક્ય નથી. એટલા માટે મેકર્સે એવો નિર્ણય કર્યો છે કે બોર્ડર વાળા સીન્સના શુટિંગ માટે લુધિયાણામાં વાધા-અટારી બોર્ડર રિક્રિએટ કરવામાં આવશે. આ સેટ પર આગામી થોડા દિવસોમાં સલમાન ખાન કેટરીના કૈફ સાથે શુટિંગ કરશે.

Image result for salman khan bharat sunil grover

આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘ભારત’ આગામી વર્ષે ઈદ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 2014માં આવેલ ફિલ્મ ”ઓડ ટૂ માય ફાધર” પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કૈફ, તબ્બુ, સુનીલ ગ્રોવર, દિશા પાટની અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકા જોવા મળશે.