Not Set/ જયારે ભગત સિંહની માતાને મળ્યા મનોજ કુમાર, પછી થયું હતું કંઈ આવુ, જાણો..

મુંબઈ દેશભક્તિ પર ઘણી ફિલ્મો બનાવી ચૂકેલ અભિનેતા-દિગ્દર્શક મનોજ કુમારને સર્વશ્રેષ્ઠ દેશભક્ત કલાકાર તરીકે યાદ કરવામાં આવે છે. મનોજ કુમારે 1965 માં ‘શહીદ’ ફિલ્મમાં ભગતસિંહની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમાર આ પાત્ર શહીદ-એ-આજમ ભગતસિંહની માતાને મળ્યા હતા, જેથી તેઓ આ રોલને વાસ્તવિકતાની નજીક લાવી શકે. વર્ષ 2002 માં એક લેખમાં મનોજ કુમારે આનો ઉલ્લેખ કર્યો […]

Trending Entertainment
bhgt જયારે ભગત સિંહની માતાને મળ્યા મનોજ કુમાર, પછી થયું હતું કંઈ આવુ, જાણો..

મુંબઈ

દેશભક્તિ પર ઘણી ફિલ્મો બનાવી ચૂકેલ અભિનેતા-દિગ્દર્શક મનોજ કુમારને સર્વશ્રેષ્ઠ દેશભક્ત કલાકાર તરીકે યાદ કરવામાં આવે છે. મનોજ કુમારે 1965 માં ‘શહીદ’ ફિલ્મમાં ભગતસિંહની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમાર આ પાત્ર શહીદ-એ-આજમ ભગતસિંહની માતાને મળ્યા હતા, જેથી તેઓ આ રોલને વાસ્તવિકતાની નજીક લાવી શકે. વર્ષ 2002 માં એક લેખમાં મનોજ કુમારે આનો ઉલ્લેખ કર્યો હતો.

મનોજ કુમારે તેના લેખમાં લખ્યું હતું કે, જયારે હું ભગત સિંહ પર ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે મે વધારે માહિતી ભેગી કરી હતી. પરંતુ એ માહિતીને ફિલ્મમાં ઉપયોગ કરી શકાય તેમ નહતી. મુવીને લંબાઈ તેમાં આડી આવી રહી હતી. તેઓએ  જણાવ્યું કે, અમે ફિલ્મના મેકિંગ દરમિયાન ચંડીગઢમાં ભગત સિંહની માતા અને તેમના ભાઈઓને મળ્યા ગયા. ત્યારે તેમની માતા હોસ્પિટલમાં દાખલ હતા. કેવલ અને હું તેમને મળ્યા ગયા હતા. ત્યાં જ અમારી મુલાકાત બટુકકેશ્વર સાથે થઇ કે જે ભગત સિંહના ભાઈ હતા.

બટુકકેશ્વર ત્યારે ભગત સિંહ સાથે હતા. જયારે તેમને અસેંબલીમાં બોમ્બ નાખ્યો હતો. મનોજ કુમારે જણાવ્યું કે, તેમને ભગત સિંહની માતાના ખોળામાં માથું મુકવાની સુવાનું સૌભાગ્ય મળ્યું હતું.તેમને તેમના લેખમાં કહ્યું હતું કે,ભગત સિંહના ભાઈ કુલ્તારજી તમને ભગત સિંહની  માતા પાસે લઇ ગયા હતા અને તેઓ તેમની માતાને મળીને પૂછ્યું હતું કે, ‘માં આ અમારા ભાઈ ભગત સિંહ જેવા નથી લગતા? આ પર ભગત સિંહની માતા હસીને જણાવ્યું કે, ‘ઘણી હદ સુધી’

ભગત સિંહની માતાના વિશે મનોજ કુમારે તેમના વધુ એક લેખ અન્ય એક વાત જણાવી હતી. તેઓએ લખ્યું હતું કે, એક વખત ભગત સિંહની માતાએ દવા લેવાનું બંધ કરી દીધું હતું, ત્યારે ભગત સિંહના  ભાઈઓ મનોજ કુમારને તેમની પાસે લઇ ગયા અને કહ્યું કે તેઓ તેમને દવા લેવા માટે કહે.  આ મામલે મનોજ કુમારે કહ્યું કે, ‘ માંજી એક નિવેદન છે. દવા લેઈ લો.’ આ પર ભગત સિંહની માતાએ કહ્યું કે તુ કહી રહ્યો છે તો હું દવા ખાઈ લવ છુ.