Not Set/ બાગી-3માં કૃતિ સેનન હશે કે નહી ? સસપેન્સ યથાવત

મુંબઇ, બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સેનન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હીરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જોયું નથી. જો કે બન્નેની જાડી હીરોપંતિ બાદ સાથે દેખાઇ નથી. ટાઇગર અને કૃતિની જોડી હીરોપંતિમાં તમામને ગમી હતી.બાગી-૩માં બંને સાથે કામ કરે તેવી […]

Trending Entertainment
as 2 બાગી-3માં કૃતિ સેનન હશે કે નહી ? સસપેન્સ યથાવત

મુંબઇ,

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સેનન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હીરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જોયું નથી. જો કે બન્નેની જાડી હીરોપંતિ બાદ સાથે દેખાઇ નથી.

Image result for kriti sanon tiger shroff

ટાઇગર અને કૃતિની જોડી હીરોપંતિમાં તમામને ગમી હતી.બાગી-૩માં બંને સાથે કામ કરે તેવી શકયતા પર અટકળો ચાલી હતી. જોકે ફિલ્મના ત્રીજા ભાગને લઇને સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

Image result for kriti sanon tiger shroff

શું કૃતિ આગામી ફિલ્મ બાગી-3માં હશે ? આ સવાલનો જવાબ આપતાં કૃતિએ કહ્યું હતું કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી.

Image result for kriti sanon

જો કે બાગી-3 સાથે સંકળાયેલી ટીમનું કહેવું છે ફિલ્મમાં કૃતિ સેનન ફાઇનલ છે.પરંતું કૃતિ ટાઇગર સાથે  ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. કૃતિનું કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વ અનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે.

બીજી બાજુ કૃતિ પણ સારી સારી ફિલ્મો હવે મેળવી રહી છે.કૃતિ પાસે પાણીપત,લુકાછુપી,અર્જુન પતિયાલા અને હાઉસફુલ-4 જેવી ફિલ્મો હાથ પર છે.હાઉસફુલ-4ની ટીમ સાથે જોડાઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ છે.

Related image

આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હાઉસફુલના અગાઉના તમામ ભાગ સુપરહિટ રહ્યા છે. જેથી ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આ ફિલ્મના તમામ ભાગ કોમેડીથી ભરપુર રહ્યા છે.