Not Set/ શાહરૂખ-અનુષ્કાની ફિલ્મ ZEROએ કર્યું ધમાકેદાર ઓપનિંગ, પહેલા દિવસે કરી આટલા રૂ.ની કમાણી

મુંબઈ, શુક્રવારે રિલીઝ થયેલી શાહરૂખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્માની ફિલ્મ “જીરો”એ ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. આ મુવીએ રિલીઝ થયાના પહેલા જ દિવસે ૨૦.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે આ ફિલ્મ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની “રોબોટ ૨.૦”નો સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ તોડી શકી નથી. આ પહેલા “રોબોટ ૨.૦”નું પ્રથમ દિવસનું કલેક્શન ૨૦.૨૫ […]

Trending Entertainment
zero new poster 1 શાહરૂખ-અનુષ્કાની ફિલ્મ ZEROએ કર્યું ધમાકેદાર ઓપનિંગ, પહેલા દિવસે કરી આટલા રૂ.ની કમાણી

મુંબઈ,

શુક્રવારે રિલીઝ થયેલી શાહરૂખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્માની ફિલ્મ “જીરો”એ ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. આ મુવીએ રિલીઝ થયાના પહેલા જ દિવસે ૨૦.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો કે આ ફિલ્મ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની “રોબોટ ૨.૦”નો સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ તોડી શકી નથી. આ પહેલા “રોબોટ ૨.૦”નું પ્રથમ દિવસનું કલેક્શન ૨૦.૨૫ કરોડ રૂપિયા રહ્યું હતું.

ZERO ફિલ્મની કલેક્શનનો આ આંકડો ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ રજૂ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ દેશભરની અંદાજે ૪૪૦૦ સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે, જયારે વિદેશના અંદાજે ૧૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ છે અને ઝીરો ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ રૂપિયા છે.