મંદિર/ ખેડાના યાત્રાધામોના દ્વાર ખુલતા ભાવિકોમાં ઉત્સાહ

ખેડામાં યાત્રાધામ ખુલતા ભાવિકોમાં ભારે ઉત્સાહ

Gujarat
temple ખેડાના યાત્રાધામોના દ્વાર ખુલતા ભાવિકોમાં ઉત્સાહ

કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી જેના લીધે કોરોના સંક્રમણના કેસો ખુબ વધ્યા હતા તેને ધ્યાનમાં લઇને મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા.ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર, વડતાલ અને નડીયાદ મંદિરના દ્વાર 11 જૂનને શુક્રવારથી ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 58 દિવસોથી મંદિર બંધ રહેતા બંધ દ્વારે શીશ નમાવી પરત ફરતા શ્રદ્ધાળુઓ આજે ભગવાનના દર્શન કરી ભાવુક બન્યા હતા.

કોરોનાની બીજી લહેર શરૂ થતાની સાથે જ ગુજરાતના દરેક યાત્રાધામ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. 14 એપ્રિલના રોજ સરકારે જાહેર કર્યા પ્રમાણે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ભેગી થતી હોય એવા યાત્રાધામો બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇ રાજ્યના તમામ યાત્રાધામ બંધ કરવામાં આવ્યા હતા.રકારી ગાઇડલાઇન મુજબ દરેક યાત્રાધામને મર્યાદિત સંખ્યામાં ખોલવા માટે નિર્ણય કર્યો હતો. જેને લઇ આજે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર રણછોડરાયજી મંદિર, વડતાલ સ્વામીનારાયણ મંદિર અને નડીયાદ સંતરામ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં જ મંદિર ખોલવાની જાહેરાત થતાની સાથે જ ભક્તોમાં અને સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.
 સરકારી ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોવિડ ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ સેનેટાઈઝ કરી મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશ અપાયો હતો. જો કે ભાવિકોને મંગળા આરતી દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.