પહેલ/ કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ : પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક એક સપ્તાહનું લોકડાઉન

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વધતી જાય છે.ગુજરાત અને રાજકોટમાં કોરોનાના ભયાવહ આંકડાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ રાજકોટની બેઠક વખતે રાજ્યના લોકોને લોકડાઉન માટે અપીલ કરી હતી ત્યારે

Top Stories Gujarat
naresh patel કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ : પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક એક સપ્તાહનું લોકડાઉન

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વકરતી જાય છે.ગુજરાત અને રાજકોટમાં કોરોનાના ભયાવહ આંકડાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ રાજકોટની બેઠક વખતે રાજ્યના લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી હતી, ત્યારે કોરોનાની ચેન તોડવા માટે ઉદ્યોગપતિ નરેશ પટેલે અનોખી પહેલ કરી છે.નરેશ પટેલે પોતાની કંપનીમાં  સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે.રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુત્ય પગલું ભરી અને લોકોને નવી રાહ ચીંધી છે.

Patel Brass

ઉદ્યોગપતિ નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓની કંપની પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે  બંધ રહેશે.તેમની આ કંપનીમાં 450 કર્મચારીઓ કાર્યરત છે.સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ બદતર થઇ રહી છે ત્યારે રાજકોટમાં પણ કોરોના એ માથું કાઢ્યું છે.છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં કોરોનાના આંકડાઓ 5,000 ને પાર કરી ચૂક્યા છે. રાજકોટમાં રોજના કેસો 250થી 300 આવી રહ્યા છે. ગઈકાલે માત્ર 24 કલાકની અંદર 82 જેટલા મોત કોરોનાના કારણે થયા હતા.રાજકોટ અને ગુજરાતમાં કોરોનાની ચેન તોડવા માટે ઉદ્યોગપતિ નરેશ પટેલે આ સ્તુત્ય પગલું ભર્યું છે.

Patel Brass

 

નરેશ પટેલ ખોડલધામનાં પ્રમુખ છે, સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને  અલગ સંદેશ પાઠવ્યો છે.એ બાબત ઉલ્લેખનીય છે કે પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં આગવું નામ છે,તેમની આ કંપની સાથે જોડાયેલા કર્મચારીઓને તેઓ બંધમાં જોડીને અને કોરોનાની ચેન તોડવા માટે મદદરૂપ બનવા જઈ રહ્યા છે.આવતા ગુરુવાર સુધી ફેકટરી  બંધ રહેશે.પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…