ગુજરાત/ રાજકોટમાં વધ્યો રોગચાળો : ડેન્ગ્યું અને ચિકનગુનિયાનાં કેસ વધી રહ્યા છે

રોગચાળોને ડામવા રાજકોટ મહાનગરપાલિકા પોરાનાશક ની કામગીરી અને ફોગિંગની કામગીરી કરી રહી છે.

Rajkot Gujarat
રાજકોટ

એક તરફ કોરોનાએ રાજ્ય અને દેશમાં ફરીથી માથું ઉચક્યું છે અને એ બીજી તરફ વરસાદી માહોલના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રોગચાળો વકરી રહ્યો છે.  સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાની સાથે અન્ય રોગો વધ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ રોગ ચાળો પગપસારો કરી રહ્યું છે.

રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સક્રિય થયું છે છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 312, તાવના 73 અને ઝાડા-ઊલટીના 84 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 14, મેલેરિયાના 8 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. રોગચાળોને ડામવા રાજકોટ મહાનગરપાલિકા પોરાનાશક ની કામગીરી અને ફોગિંગની કામગીરી કરી રહી છે. મચ્છરો વધુ હોય તેવા વિસ્તારોમાં નિયમિત ફોગીંગ કરવામાં આવી  રહ્યું છે. આ સાથે જેમના મકાન અને દુકાનમાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળશે તેને નોટિસ ફટકારી કામગીરી પણ શરુ કરવામાં આવી છે. સાથે વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીનાં અનેક આગેવાનોએ કેસરિયા કર્યા ધારણ : ઝાડું છોડી ખીલાવશે કમળ