ગુજરાત/ રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર ઊંઘતું ઝડપાયું, કારેલીબાગમાં બની આગની ઘટના

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરા નું તંત્ર ઊંઘતું ઝડપાયું. વડોદરામાં કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ ખાતે બની આગ લાગવાની ઘટના.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 05 29T122202.356 રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર ઊંઘતું ઝડપાયું, કારેલીબાગમાં બની આગની ઘટના

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરા નું તંત્ર ઊંઘતું ઝડપાયું. વડોદરામાં કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ ખાતે બની આગ લાગવાની ઘટના. ટીઆરપી ગેમઝોન ઘટના બાદ રાજ્ય સરકારે કડક પગલા લીધા હોવાનું કહેવામાં આવતું હતું. આ બાબતની ચકાસણી કરવા અમારી મંતવ્ય ન્યુઝની ટીમ કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ ખાતે પંહોચી. અમારી ટીમે આગ ઘટનાના સ્થળનું નિરીક્ષણ કર્યું. જેમાં તંત્રની પોલ ખુલ્લી પુડી. આમ્રપાલી કોમપ્લેક્ષ સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો ના હોવાનું સામે આવ્યું.

નોંધનીય છે કે બે દિવસ પહેલા કારેલીબાગ ખાતેના આમ્રપાલી કોમપ્લેક્ષમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ અંહી સવાલ એ થાય કે હજુ રાજકોટ અગ્નિકાંડના પડઘા શમ્યા નથી અને આટલી મોટી બેદરકારી સામે આવી. એકબાજુ કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર વિવિધ એકમો પર સુરક્ષા મામલે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં આગની ઘટના બનવી એ શું દર્શાવે છે.

મંતવ્ય ન્યૂઝની ટીમ આમ્રપાલી કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કર્યું તો તંત્રની કામગીરીનો છેદ ઉડાડતી વાતો સામે આવી. જેમકે, આમ્રપાલી  કોમ્પલેક્ષમાં કોઈ ફાયર સુવિધા નથી. કોમ્પલેક્ષમાં નથી ફાયર એલારામ સિસ્ટમ. તેમજ પંપ હાઉસ કે પાણીની ટાંકી પણ નજરે નથી પડી રહી. અચરજની વાત એ છે કે કોમ્પલેક્ષમાં વીજ કનેક્શન કાપી ગયા હોવા છતાં જનરેટર પર ચાલે છે. આ બધી બાબતો દર્શાવે છે કે તંત્રની કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ રહી છે. તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. રેસ્ટોરન્ટ કે દુકાનમાં નથી અગ્નિશામક યંત્ર અને ગેમ ઝોન જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ…?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ