Curfew/ રાજસ્થાનમાં પણ ગુજરાત, મધ્યપ્રદેશનાં માર્ગે, આ 8 જીલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરાયો

રાજસ્થાને પણ ગુજરાત અને મધ્ય પ્રદેશનો સીલો પકડ્યો છે. જી હા,  રાજસ્થાન સરકાર દ્વારા કોરોના વાયરસ વધતા ચેપ વચ્ચે અને દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે  ચેપ અસરગ્રસ્ત આઠ જિલ્લા મથક ખાતે રાત્રી કરફ્યુ લાદી દીધો છે.

India
rajshthan 1 રાજસ્થાનમાં પણ ગુજરાત, મધ્યપ્રદેશનાં માર્ગે, આ 8 જીલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરાયો
  • રાજસ્થાનનાં 8 જીલ્લામાં કરફ્યુની જાહેરાત
  • ગુજરાત,મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં જાહેરાત
  • 8 જીલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરાયો
  • જયપુર,જોધપુર,કોટામાં રાત્રિ કરફ્યુ લદાયો
  • કોરોના સંક્રમણ અટકાવવા સ્થાનિક તંત્રનો નિર્ણય
  • રાજસ્થાનમાં કુલ 2.40 લાખ કોરોનાનાં કેસ

રાજસ્થાને પણ ગુજરાત અને મધ્ય પ્રદેશનો સીલો પકડ્યો છે. જી હા,  રાજસ્થાન સરકાર દ્વારા કોરોના વાયરસ વધતા ચેપ વચ્ચે અને દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે  ચેપ અસરગ્રસ્ત આઠ જિલ્લા મથક ખાતે રાત્રી કરફ્યુ લાદી દીધો છે. આ સાથે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ દંડ વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.

રાજધાની જયપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શનિવારે રાત્રે રાજ્ય પ્રધાનોની મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઠંડી અને ઉત્સવની ઋતુને લીધે ચેપના વધતા જતા બનાવોને નિયંત્રણમાં લેવાનાં પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, બજારો, રેસ્ટોરા, શોપિંગ મોલ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ આઠ જિલ્લા મુખ્યાલય (જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભિલવારા) ના શહેરી વિસ્તારમાં સાંજનાં સાત વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આઠ જિલ્લા મુખ્યાલયના શહેરી વિસ્તારમાં સવારે 8 થી સાંજના છ વાગ્યા સુધી રાત્રિના સમયે કર્ફ્યુ રહેશે. બીજી તરફ, આ સમય દરમિયાન, લગ્ન પ્રસંગમાં જતા લોકો, દવાઓ સહિતની આવશ્યક સેવાઓથી સંબંધિત લોકોને અને બસ, ટ્રેન અને વિમાનમાં મુસાફરી કરનારા લોકોને મુસાફરી કરવાની છૂટ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….