Not Set/ AMC આરોગ્ય ખાતા દ્વારા વર્ષે કરોડોનો ખર્ચ કરાતો હોવા છતાં, પરિણામ … ???

ચોમાસાએ તો હળવા પગલે વિદાય લઇ લીધી છે, પણ જાણે મચ્છરોની મોસમ આવી હોય એવો ગુજરાતમાં ઘાટ સર્જાયો છે. જેના કારણે સ્માર્ટ સિટી બિમાર થયું છે. રાજયમાં માંદગીએ માઝા મૂકી છે. સવારે ઠંડી, દિવેસે આકરો તાપ અને ફરી સાંજે ઠંડકનો અહેસાસ, આ મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહ્યા છે. અમદાવાદમાં […]

Ahmedabad Gujarat
mantavya 101 AMC આરોગ્ય ખાતા દ્વારા વર્ષે કરોડોનો ખર્ચ કરાતો હોવા છતાં, પરિણામ ... ???

ચોમાસાએ તો હળવા પગલે વિદાય લઇ લીધી છે, પણ જાણે મચ્છરોની મોસમ આવી હોય એવો ગુજરાતમાં ઘાટ સર્જાયો છે. જેના કારણે સ્માર્ટ સિટી બિમાર થયું છે. રાજયમાં માંદગીએ માઝા મૂકી છે. સવારે ઠંડી, દિવેસે આકરો તાપ અને ફરી સાંજે ઠંડકનો અહેસાસ, આ મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહ્યા છે. અમદાવાદમાં  જાણે ડેન્ગ્યુના ભરડામાં સંપડાયું હોય એવુ લાગી રહ્યું છે.

ચાલુ મહિને ડેન્ગ્યુના 359 કેસ નોંધાયા છે, જેમાં  ડેન્ગ્યુમાં 2ના મોત થ્ય છે. જ્યારે મેલેરિયા 174 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના  11 કેસ નોંધાયા છે. અને ઝેરી મેલેરિયા કારણે 1 વ્યક્તિનું નું મોત થયું છે. ચીકનગુનીયાનો 1,  ઝોડા-ઉલટીના 141 કેસ નોંધાયા છે. કમળા-131 અને ટાઇફોઇડ-231 કેસ નોંધાયા છે. આ વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યુના 359 કેસ નોંધાયા છે, જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે.

સ્માર્ટ સીટી અને વિકાસની વાતો કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાધીશો લોકોના આરોગ્યને જાળવવામા જાણે  નીષ્ફળ  નિવડ્યા હોય એવું લાગી રહ્યું છે. આરોગ્ય ખાતા દ્વારા વર્ષે કરોડોનો ખર્ચ કરાતો હોવા છતા તેનુ પરિણામ શૂન્ય મળ્યું હોય એવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.