Not Set/ કોરોના કાળમાં નિયમોની ઐસી કી તૈસી કરતો વીડિયો આવ્યો સામે, પોલીસતંત્ર ઝડપાયું નિંદ્રામાં

ગુજરાતમાં કોરોના વાયરસ ફરીથી બેકાબુ બની ગયો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈન્સ પાડવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે,

Gujarat Others
A 250 કોરોના કાળમાં નિયમોની ઐસી કી તૈસી કરતો વીડિયો આવ્યો સામે, પોલીસતંત્ર ઝડપાયું નિંદ્રામાં

ગુજરાતમાં કોરોના વાયરસ ફરીથી બેકાબુ બની ગયો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈન્સ પાડવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આ સરકારી નિયમોના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે.

આ જ પ્રકારે કોરોનાના કાળમાં નિયમોની એસી કી તૈસી કરતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એક લગ્ન સમારોહમાં ભેગા થયા હતા.

આ પણ વાંચો :સરથાણામાં સરેઆમ યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા

મળતી માહિતી અમુસાર, આ વિડીયો તાપી જીલ્લાના વેલદા ગામનો નો બતાવવામાં આવ્યો છે, જ્યાં સરે આમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, તાપીના નિઝરમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો ડાન્સ કરી રહ્યાં હતા.

આ પણ વાંચો :મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર, CCTV માં ઘટના થઇ કેદ

આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ એકશનમાં આવી ગઈ છે અને આ મામલે પોલીસે બેન્ડ માલિક અને આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટનાની એક ચોકાવનારી વાત હતી કે, આ લગ્ન સમારોહમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થયા બાદ પણ પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં ઝડપાયું હતું અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

આ પણ વાંચો : વડોદરામાં બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ અને પછીથી જે થયું એ વાંચીને થઇ જશો ચકિત