ED/ આજે પણ જેકલિન ફર્નાન્ડીઝ હાજર ન થઈ EDની ઓફિસમાં

પોતાના પ્રથમ નિવેદનમાં જેકલીને EDના અધિકારીઓને આ કેસમાં પીડિત ગણાવ્યા હતા. જેકલીનને શુક્રવારે પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી હતી.

Entertainment
Untitled 302 આજે પણ જેકલિન ફર્નાન્ડીઝ હાજર ન થઈ EDની ઓફિસમાં

જેકલિન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં હાજર થવાની હતી. પરંતુ માહિતી મળી છે કે અભિનેત્રી આજે પણ ED સમક્ષ હાજર થઈ નથી. જેકલીને EDના અધિકારીઓને કહ્યું છે કે, ‘તે આજે પૂછપરછ માટે ED કાર્યાલય સુધી પહોંચી શકશે નહીં. આ ત્રીજી વખત છે કે જેકલિન ફર્નાન્ડિઝ સમન્સ હોવા છતાં ED સમક્ષ હાજર થઈ નથી.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘EDએ જેકલીનને 18 ઓક્ટોબરે હાજર થવા માટે કહ્યું છે. જેકલીનના નાણાકીય વ્યવહારો EDના નિશાના પર છે. જેકલીન અને સુકેશ વચ્ચેની કડી વિશે એજન્સીને ખબર પડી છે. ED જેકલિન અને સુકેશ વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેકલીનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળ્યું કે તે અક્ષય કુમાર સાથે કોઈ ફિલ્મનું શૂટ કરી રહી છે.

આ પણ વાંચો :મોટા સમાચાર / શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે નોંધાવી FIR, લગાવ્યા આ ગંભીર આરોપ

પોતાના પ્રથમ નિવેદનમાં જેકલીને EDના અધિકારીઓને આ કેસમાં પીડિત ગણાવ્યા હતા. જેકલીનને શુક્રવારે પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી હતી. જેકલીન તે દિવસે પણ આવી ન હતી. જેકલીનનું નિવેદન ED દ્વારા સૌપ્રથમ ઓગસ્ટમાં નોંધવામાં આવ્યું હતું. PMLA એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ કેસ 200 કરોડની ખંડણીનો છે. જે જેલમાં બેઠેલા આરોપી સુકેશ ચંદ્રશેખર ચલાવતા હતા. સુકેશ જેલમાં બેઠો હતો ત્યારે એક વેપારીની પત્ની પાસેથી વસૂલી કરી હતી. આ કેસમાં સુકેશની પત્ની લીના પોલનું નામ પણ સામે આવ્યું છે. ખંડણીના કેસમાં લીનાએ તેના પતિને મદદ કરી હતી. આ જાળમાં સુકેશે બોલિવૂડ સેલેબ્સને પણ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુકેશ જેલમાં બંધ છે.

આ પણ વાંચો ;ડ્રગ્સ કેસ / જેલમાં બંધ આર્યન ખાનને યાદ આવ્યો પરિવાર, શાહરૂખ-ગૌરી સાથે વીડિયો કોલ પર કરી વાત