closed/ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી સેવા બંધ

કોરોનાને લઇને સીવીલ હોસ્પિટલની સાજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય

Ahmedabad
Untitled 104 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી સેવા બંધ

 મુખ્ય સચિવે સિવિલના ડોકટરો સાથે હાઇલેવલની મિંટીગ કરી હતી

ગુજરાતમાં કોરોના સંકેમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદ કોરોના મામલે રાજ્યમાં પ્રથમ છે. કોરોના સંક્રમણના લીધે સ્થિતિ રાજ્યમાં સ્થિતિ વધુ ભયજનક બની રહી છે. તેને ધ્યાનમા લઇને રાજ્યના મુખ્ય સચિવે સિવિલના ડોકટરો સાથે હાઇલેવલની મિંટીગ કરી હતી.

સૂચનો અને ભાવિ આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી

આ મિટીંગમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કોરોના સામે લડવા માટે જરૃરી સૂચનો અને ભાવિ આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેના ભાગરૃપે સિવિલમાં સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ જે.વી.મોદી સહિત તબીબો હાજર રહ્યા હતા

કોરોના માટે મળેલી મીટીંગમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ જે.વી.મોદી સહિત તબીબો હાજર રહ્યા હતા.

તેમને આરોગ્ય સેવા મળી રહે તે અંગે પણ ચર્ચા થઇ હતી

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. કોરોનાના દર્દી અને પરિવારજનોને હાલાકીનો સામનો ના કરવો પડે અને વ્યવસ્થિત રીતે તેમને આરોગ્ય સેવા મળી રહે તે અંગે પણ ચર્ચા થઇ હતી.