Not Set/ આખરે બોર્ડ નિગમ માટે કવાયત શરૂ કરાઇ, યોગ્ય નેતાને જ મળશે સ્થાન

બોર્ડ નિગમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. સુત્રોની જો વાત માનીએ તો જ્ઞાતિગત સમીકરણ ને લક્ષમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.

Top Stories Gujarat
Untitled 83 1 આખરે બોર્ડ નિગમ માટે કવાયત શરૂ કરાઇ, યોગ્ય નેતાને જ મળશે સ્થાન

ચૂંટણી પહેલા બીજેપી બોર્ડ નિગમમાં નવા હોદ્દેદારોની ભરતી કરશે. એ ભરતી માટે જિલ્લા વિસ્તારમાંથી નામ મંગાવવામાં આવ્યા છે. પાટીલે આ ભરતી માટે કેટલાક ધારા ધોરણો નક્કી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • નક્કી થયા ધારા ધોરણ
  • બોર્ડ નિગમમાં પદ માટે યોગ્ય નેતાને જ મળશે સ્થાન
  • આખરે બોર્ડ નિગમ માટે કવાયત શરૂ કરાઇ

ગુજરાતમાં મોદી સીએમ હતા ત્યારે જૂજ કેસ માં જ પાર્ટીના કાર્યકર્તાઓ કે હોદ્દેદારોને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવતું હતું. બાકી અધિકારી રાજ જ ચાલતું હતું. જેને લઈને અંદરખાને નારાજગી પ્રસરી રહી હતી. પરંતુ કોઈ આ મામલે દખલગીરી કરતું નહોતું. પરંતુ હવે હોદ્દેદારોને સ્થાન મળે એવી શક્યતા જોવાઇ રહી છે.

પાટીલે બોર્ડ નિગમમાં નિમણુંક માટે કવાયત શરૂ કરી છે જેમાં કેટલાક ધારાધોરણો નક્કી કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બોર્ડ નિગમોમાં રાજીનામાં નો દોર ચાલી રહ્યો છે. જેમાં હવે લગભગ બોર્ડ નિગમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. સુત્રોની જો વાત માનીએ તો જ્ઞાતિગત સમીકરણ ને લક્ષમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.

  • જે નેતા ની ઉંમર 60 વર્ષથી ઓછી હશે સાથે જ
  • 3 ટર્મ ચૂંટણી ના લડેલા હોવા જોઈએ..
  • જે નેતાને પોતાની જ્ઞાતિ પર પ્રભુત્વ હશે તેવા નેતાને પ્રાયોરિટી આપવામાં આવશે..
  • સંગઠનના હોદ્દા પર હશે તેને સ્થાન નહિ મળે અને જો બોર્ડ નિગમમાં સ્થાન જોઈએ તો હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે
  • જે ગત ચૂંટણી માં લાયક હતા પણ ટિકિટ મળી નહોતી અને વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે
  • નવું સંગઠન બન્યું ત્યારે નેતાઓને પડતા મુકવામાં આવ્યા હતા અને બોર્ડ નિગમ માટે લાયક છે
    આમ તમામ પાસાઓને લક્ષમાં રાખીને પસંદગી કરવામાં આવશે..

સૂત્રો એ પણ ઉમેરી રહ્યા છે કે ઘણા એવા પણ નેતાઓની પસંદગી કરવામાં આવશે કે જે આગામી ચૂંટણી દરમિયાન ટિકિટ માટે લાયક છે પરંતુ કોઈપણ કારણ સર તેને ટિકિટ નથી આપવાની તેને પણ બોર્ડ નિગમમાં સમાવી દેવામાં આવશે. આમ પાટીલ ચૂંટણી પહેલા જ બોર્ડ નિગમમાં નેતાઓને ચેરમેન ડેપ્યુટી ચેરમેન કે પછી ડિરેકટર તરીકે નિમણુંક આપશે અને ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવશે.. છેલ્લા ઘણા વર્ષોથી બીજેપીના નેતાઓ રાહ જોઈને બેઠા હતા પરંતુ હવે આશા જાગી છે કે સ્થાન મળશે.

Ukraine Crisis / ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન

Ukraine Crisis / યુદ્ધ વચ્ચે ભારતની મોટી પહેલ, ભારત યુક્રેનને દવાઓ મોકલશે; માનવતાવાદી મદદ

Ukraine Crisis / બેલારુસમાં અમેરિકા એમ્બેસી બંધ કરવાનો આદેશ : અમેરિકાનું કડક વલણ