Canada/ દરરોજ રાજીનામુ આપવાનો વિચાર આવે છે – જસ્ટિન ટુડો

ગયા વર્ષે જસ્ટિન ટુડોએ પત્નીથી છુટાછેડા લીધા હતા

World Trending
Beginners guide to 8 1 દરરોજ રાજીનામુ આપવાનો વિચાર આવે છે – જસ્ટિન ટુડો

Gujarat News:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ પોતાના કામને અતંયત મુશ્કેલીભર્યું ગણાવ્યું છે. તેમણે દરરોજ રાજીનામુ આપવાનો વિચાર આવે છે, એમ કહ્યું હતું.

ટુડોએ રેડિયો કેનેડાને આપેલા એક ઈન્ટરવ્યામાં જમાવ્યું હતું કે પોતે દરરોજ રાજકારણ છોડવાનો વિચાર કરે છે. દરરોજ તેમને રાજીનામુ આપી દેવાનો વિચાર આવે છે. તે સિવાય કામના ભારણને કારણે અંગત બલિદાન પણ આપવું પડે છે. જે ખૂબ મુસ્કેલ છે.

ટુડોએ તેમની પત્ની સોફીથી 2023માં છુટાછેડા લીધા હતા. 18 વર્ષના લગ્નગાળા બાદ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમને 3 બાળકો પણ છે. નવેમ્બર 2015 માં જસ્ટિન પિયરે જેમ્સ ટુડો  કેનેડાના 23 મા વડાપ્રધાન બન્યા હતા તથા એપ્રિલ 2013થી લિબરલ પાર્ટીના  નેતા છે. કોનેડામાં 2025 માં સામ્નય ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાનના ચહેરાનો સર્વે કરાય છે. આ સર્વેમાં ટુડો ઘણા પાછળ જણાય છે અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થતો જોવા મળે છે. તેમની લિબરલ પાર્ટી પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી પાછળ રહી ગઈ હોવાનું સર્વેમાં જણાય છે.

આ અંગેની ચર્ચા સમયે તેમણે રાજકારણ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે આગામી ચૂંટમી સુધી રાજીનામુ મહી આપે તેમ કહ્યું હતું. પોતે લોકપ્રિય થવા માટે રાજકારણમાં આવ્યા ન હતા તે સિવાય રાજકારણમાં આવવાનું કોઈ અંગત કારણ પણ ન હતું.  પોતે લોકોની સેવા કરવા રાજકારણી બન્યા હતા અને પોતે જાણે છે કે તે આ કામ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો