israel hamas war/ જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય તો દરેક બંધકને મોતનો સામનો કરવો પડશે, હમાસે ઈઝરાયેલને હવાઈ હુમલા પર ધમકી આપી

શનિવારે પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ બદલો લેવાના મૂડમાં છે.

Top Stories World
YouTube Thumbnail 32 2 જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય તો દરેક બંધકને મોતનો સામનો કરવો પડશે, હમાસે ઈઝરાયેલને હવાઈ હુમલા પર ધમકી આપી

શનિવારે પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ બદલો લેવાના મૂડમાં છે. ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયેલએ તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. ગાઝા બોર્ડર પર 1 લાખ ઈઝરાયેલ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 3 લાખ સૈનિકોને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટ પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે. આ હુમલાઓ વચ્ચે હમાસે ઈઝરાયેલ સરકારને ધમકી આપી છે. હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઉબૈદાએ કહ્યું કે જો ઈઝરાયેલ બોમ્બ ધડાકા બંધ નહીં કરે તો બંધક બનેલા ઈઝરાયલી નાગરિકોની હત્યા શરૂ થઈ જશે. દરેક હવાઈ હુમલા માટે, એક બંધકને ફાંસી આપવામાં આવશે.

શનિવારે હમાસે ટૂંકા ગાળામાં જ ઈઝરાયેલ પર ઓછામાં ઓછા 5 હજાર રોકેટ છોડ્યા હતા. હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલના નાગરિકો સહિત કેટલાક વિદેશીઓને બંધક બનાવ્યા છે. હમાસના આતંકવાદીઓ દ્વારા લડવૈયાઓ મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોને ગાઝા પટ્ટીમાં લઈ ગયા હતા. ઇઝરાયેલી સરકારે રવિવારે ઔપચારિક રીતે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને આતંકવાદી જૂથના અભૂતપૂર્વ હુમલાનો બદલો લેવા માટે “નોંધપાત્ર લશ્કરી પગલાં” લેવાની મંજૂરી આપી.

તે જ સમયે, હમાસના આતંકવાદીઓએ પણ ઇઝરાયેલ પર રોકેટ છોડવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે જેરુસલેમથી તેલ અવીવ સુધી તેમને હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગી રહ્યા છે.

અબુ ઉબૈદાએ સોમવારે રાત્રે જારી કરવામાં આવેલા ઓડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયેલે નાગરિક વિસ્તારો પર ભીષણ હુમલા કર્યા અને આ હુમલાઓમાં લોકોના ઘરો બરબાદ થઇ ગયા.” તેમણે કહ્યું, “અમે આનો અંત લાવવાનો નિર્ણય લીધો છે અને હવે જાહેર કરીએ છીએ કે જ્યારે પણ અમારા દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોમાંથી કોઈ એક વ્યક્તિ હશે ત્યારે કોઈપણ પૂર્વ ચેતવણી વિના અમારા લોકોને તેમના ઘરોમાં નિશાન બનાવવામાં આવશે “તો તમને મોતને ઘાટ ઉતારવામાં આવશે.”

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં બંને પક્ષોના મૃત્યુઆંક 1300ને પાર કરી ગયો છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલમાં લગભગ 700 લોકો માર્યા ગયાના અહેવાલ છે, જ્યારે ગાઝા પટ્ટીમાં લગભગ 500 લોકો માર્યા ગયા છે. રિપોર્ટ અનુસાર, હમાસે 130 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યાનો દાવો કર્યો.


આ પણ વાંચો :israel palestine war/ઇજિપ્તે 10 દિવસ પહેલા જ હુમલો થશે એવી માહિતી ઇઝરાયેલને આપી હતી,રિપોર્ટની અવગણના નેતન્યાહુને પડી ભારે

આ પણ વાંચો :israel hamas war/હમાસના આતંકવાદીઓને લઇને થયો આ મોટો ખુલાસો

આ પણ વાંચો :israel palestine war/ઇજિપ્તે 10 દિવસ પહેલા જ હુમલો થશે એવી માહિતી ઇઝરાયેલને આપી હતી,રિપોર્ટની અવગણના નેતન્યાહુને પડી ભારે