mizoram/ મિઝોરમમાં ભૂતપૂર્વ IPS  લાલડુહોમા મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર, શું છે ઇન્દિરા ગાંધી સાથે કનેકશન

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી લાલડુહોમાએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સુરક્ષામાં કામ કર્યું હતું. લાલદુહોમા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા બાદ નેતાઓ સાથે મતભેદ થતા પક્ષ સાથે છેડો ફાડ્યો.

Top Stories India Breaking News Politics
YouTube Thumbnail 9 1 મિઝોરમમાં ભૂતપૂર્વ IPS  લાલડુહોમા મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર, શું છે ઇન્દિરા ગાંધી સાથે કનેકશન

મિઝોરમમાં રાજકારણના સમીકરણો બદલાયા છે. રાજ્યમાં  વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં ZPM પક્ષનો વિજય થયો. જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને કારમી હાર મળી છે. મિઝોરમમાં  મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને નવી પાર્ટી ZPM વચ્ચે જોરદાર જંગ જોવા મળી. પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ZPM પક્ષની જીત થતા મિઝોરમ ટ્રેન્ડમાં મોટો આંચકો લાગ્યો છે. મિઝોરમમાં ZPMનો વિજય થતા ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર લાલડુહોમા (Ex-IPS Lal Duhoma) મુખ્યમંત્રી બની શકે છે.

ઇન્દિરા ગાંધી સાથે શું છે કનેકશન

મિઝોરમ વિધાનસભામાં 40 બેઠકો પર મતદાન થયું. જેમાં  ZPM  પક્ષે 40માંથી 26 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને 10 બેઠકો મળી છે.  ZPM પાર્ટીએ લાંબા માર્જિનથી મિઝોરમમાં જીત મેળવી છે. બહુ આશ્ચર્યની વાત છે કે આ ચૂંટણીમાં વધુ અનુભવી પક્ષોની કારમી હાર થઈ છે. જ્યારે આટલો મોટો જનાદેશ મેળવનાર ZPMની રચના ચાર વર્ષ પહેલા જ થઈ હતી. આ ZPM પાર્ટીના વડા લાલડુહોમા એક ભૂતપૂર્વ IPS ઓફિસર (Ex-IPS Lal Duhoma) છે. જેમનો સંબંધ ઇન્દિરા ગાંધી સાથે હોવાનું કહેવાય છે. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી લાલડુહોમાએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સુરક્ષામાં કામ કર્યું હતું. તે સમયે મિઝોના આતંકવાદી નેતા લાલડેંગા સાથે વાત કરવા અને તેમને શાંતિ વાટાઘાટો માટે મનાવવા માટે ઈન્દિરા ગાંધીએ તેમને લંડન મોકલ્યા હતા. તેમના પ્રયાસ બાદ આતંકવાદી લાલડેંગાએ આખરે 1987માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભૂતપૂર્વ IPS ઓફિસર લાલડુહોમા

ભૂતપૂર્વ IPS ઓફિસર લાલડુહોમા રાજકારણમાં પ્રવેશ ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી નામની પાર્ટી દ્વારા કર્યો હતો. ત્યારબાદ રાજ્યની અન્ય પાંચ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું. આ ગઠબંધન બાદ લાલડુહોમાના પક્ષનો વિસ્તાર થયો. આ ગઠબંધન મોટો રાજકીય પક્ષ બનતા 2017 માં ZPM (ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ) પાર્ટીના નામથી અસ્તિત્વમાં આવ્યો. એક સમયે લાલદુહોમા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. પરંતુ કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ થતા અને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસરે નવા પક્ષની રચના કરી અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીત મેળવી હતી.

મિઝોરમમાં ZPM પક્ષની જીત સાથે મુખ્યમંત્રી તરીકે લાલદુહોમા પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભૂતપૂર્વ IPS ઓફિસર લાલડુહોમા  (Ex-IPS Lal Duhoma)રાજકારણમાં વધુ સક્રિય છે. 74 વર્ષની ઉંમરે પણ મિઝોરમના લોકપ્રિય રાજકારણી ચહેરો માનવામાં આવે છે. હાલમાં કરવામાં આવેલ સર્વેમાં વધુ ને વધુ મિઝોરમના લોકો લાલડુહોમાની સ્વચ્છ છબીના કારણે નેતા તરીકે વધુ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :