અમદાવાદ/ અમિત જેઠવા હત્યાકેસમાં આ પૂર્વ સાંસદને મળી રાહત, HCનો જામીન પર છોડવા હુકમ

બહુચર્ચિત એવા અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે દીનું બોઘાને સોલંકીને…

Top Stories Ahmedabad Gujarat
અમિત જેઠવા

રાજ્યના બહુચર્ચિત એવા અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે દીનું બોઘાને સોલંકીને અમિત જેઠવા હત્યાકેસમાં જામીન પર છોડવા માટે હુકમ કર્યો છે.

આ પણ વાંચો :સુરતમાં કોરોના ફરીથી થયો બેકાબુ, કેસ વધતા બે રહેણાંક અપાર્ટમેન્ટને કરાયા સીલ

મળતી માહિતી મુજબ, હાઈકોર્ટ દ્વારા દિનુ બોઘા સોલંકીને એક લાખ રૂ.નાં જામીન પર છોડવા આદેશ આપ્યો છે અને સાથે સાથે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, દિનુ સોલંકી કોર્ટની મંજૂરી વગર દેશ નહીં છોડી શકે.આ સાથે જ તેણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે અને દર મહિનાની પહેલી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે

આપને જણાવી દઈએ કે, આ પહેલા બહુચર્ચિત એવા અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને જન્મટીપની સજા થઇ હતી, પરંતુ હવે આ કેસમાં તેઓને હાઈકોર્ટ તરફથી થોડી રાહત મળી છે.

આ પણ વાંચો :ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, અમિત જેઠવાએ હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી. અમિતના પિતા ભીખાભાઇએ અમિત જેઠવાની હત્યા પાછળ દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દીધી હતી. જેથી આ તપાસ સુરેન્દ્રનગરના SP રાઘવેન્દ્ર વત્સને સોંપવામાં આવી હતી. રાઘવેન્દ્ર વત્સે પણ દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી. ત્યારે હાઇકોર્ટે CBI ને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં CBI એ આ મામલે તપાસ કરીને દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :ધાનેરા નગરપાલિકાની પેટાચૂંટણી દરમિયાન ગરમાયું રાજકારણ, જાણો શું છે સમગ્ર મામલો

અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ 7 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. CBI કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ 60.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો હતો. સીબીઆઈ જજ કે. એમ. દવેએ આ સજા સંભળાવી હતી. 2019 માં અમિત જેઠવા મર્ડર કેસમાં નવ વર્ષ ચુકાદો આવ્યો હતો, અને તમામ આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા હતા.

આ પણ વાંચો :દુબઈ વર્લ્ડ એક્સ્પોમાં રાજ્યના આ 6 આઈએએસ અધિકારીઓને ફરજ સોપાઈ