Not Set/ અમદાવાદનાં માધુપુરામાંથી300 કિલો નકલી મરચું(પાઉડર) ઝડપાયું, ક્યારે લાગશે ભેળસેળ પર રોક?

અમદાવાદનાં માધુપુરામાંથી નકલી મરચું ઝડપાયું કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી 300 કિલો નકલી મરચું જપ્ત કરવામાં આવ્યું અગાઉ પણ વેપારી પાસેથી ઝડપાયું હતું નકલી મરચું AMC ના ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી અમદાવાદનાં માધુપરામાંથી નકલી મરચુ ઝડપાયું હતું. એટલે કે મરચાનો નકલી અને ભેળસેળ યુક્ત પાઉડર ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 300 કિલો […]

Ahmedabad Gujarat
pjimage 5 અમદાવાદનાં માધુપુરામાંથી300 કિલો નકલી મરચું(પાઉડર) ઝડપાયું, ક્યારે લાગશે ભેળસેળ પર રોક?
  • અમદાવાદનાં માધુપુરામાંથી નકલી મરચું ઝડપાયું
  • કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી
  • 300 કિલો નકલી મરચું જપ્ત કરવામાં આવ્યું
  • અગાઉ પણ વેપારી પાસેથી ઝડપાયું હતું નકલી મરચું
  • AMC ના ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી

અમદાવાદનાં માધુપરામાંથી નકલી મરચુ ઝડપાયું હતું. એટલે કે મરચાનો નકલી અને ભેળસેળ યુક્ત પાઉડર ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 300 કિલો જેટલું મરચાનો નકલી પાઉડર જપ્ત કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા વેપારીનાં ઠેકાણા ઉપર રેડ પાડવામાં આવતા મરચાનો નકલી પાઉડર થોક બંધ રીતે બોરીઓમાં સ્ટોક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

કોર્પોરેશનના ફૂડ વિભાગ તમામ માલને હાલ સીલ કરી લીધો છે અને આ મામલે વધુ તપાસ માટે આ નકલી મરચા પાઉડરનાં સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, અગાઉ પણ આ જ વેપારી પાસે નકલી મરચુ(પાઉડર) ઝડપાયું હતુ. ત્યારે હવે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે કેટલ ફૂડથી માંડીને દરેક પ્રકારનાં મરી મસાલામાં આ પ્રકારે કોઇને કોઇ ઓછી ગુણવાતાની ખાદ્ય ચીજો કે ઘણીવાર તો સંપૂર્ણ અખાદ્ય ચીજો ઉમેરી તેની પડતર નીચી લાવી વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ કે ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજો વેચવામાં આવતી હોય છે. જ્યાં સુધી નકલી મરચા પાઉડરની વાત છે તો મરચા પાઉડરમાં લાલા કલરવાળી અને ખાદ્ય-અખાદ્ય ચીજો (જેવી કે ઇંટોનો બારીક ભૂક્કો) ભેળવી લોકોનાં આરોગ્ય સાથે સીધી છેડ છાડ કરવામાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.