સુરેન્દ્રનગર/ થાનગઢમાં ચાલી રહ્યું હતું કોલસાનું ખોદકામ અને પહોચ્યાં અધિકારીઓ

આ રેડમાં ત્રણથી પણ વધારે ચરખી કબજે કરવામાં આવી હતી અને આશરે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Gujarat Others
સુરેન્દ્રનગર

થાનગઢ તાલુકામાં રૂપાવટી રોડ ઉપર આવેલો ભલુળો વિસ્તાર અને મહાનદી વિસ્તારમાં બેફામ કોલસાનું ખોદકામ ચાલુ હોવાનું જાણવા મળતા બાતમીનાં આધારે થાન નવનિયુક્ત મામલતદારે રેડ પાડી ખનીજ માફિયાઓને તેના કાળા કામ બંધ કરવાની ચીમકી આપી દીધી છે. જોકે આ રેડમાં ત્રણથી પણ વધારે ચરખી કબજે કરવામાં આવી હતી અને આશરે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી અનુસાર થાનગઢમાં નવા આવેલા મામલતદારે આવતાવેંત ભૂમાફીયાઓને વોર્નિગ આપી દીધિએ છે. અચાનક જ સાંજના સમયે રેડ પાડી ખનીજમાફિયાઓને દોડતા કરી દીધા હતા. ત્યારે સ્થળ ઉપર જ ત્રણથી પણ વધારે ચરખી કબ્જે કરી આશરે કિંમત સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ કર્યો હતો. થાનગઢ પોલીસ સાથે રાખીને રેડ પાડવામાં આવી હતી અને ખનીજ માફીઆઓ દ્વારા ફોનની ઘંટડીઓ વગાડવાનું ચાલુ કરી દેવાતા મામલો વધુ ગરમાયો હતો. સ્થળ ઉપર ચોટીલાથી પ્રાંત અધિકારી પણ આવી ગયા હતા. ખનીજ માફિયાનો ખેલ ખતમ થયો હતો.

સુરેન્દ્રનગર

નામ નહિ આપવાની શરતે અંગત સુત્રોએ જણાવ્યું હતું કે, મામલતદાર ઓફિસથી જ્યારે નાયબ મામલતદાર અને મામલતદાર પોતાનો સ્ટાફ લઈને ચેકિંગ કરવા નીકળવાની તૈયારીમાં હતા ત્યારે મામલતદાર ઓફિસમાં જ નોકરી કરતા કોઈએ ખનીજ માફિયાઓ અને ફોનથી જાણ કરી દેતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણકે બાતમી વધુ વાહનોની હતી અને સ્થળ પરથી ૧૫થી પણ વધારે મોટાવાહનો છુમંતર થઈ ગયા હતા. જોકે પોલીસ અને થાનગઢ મામલતદાર અને નાયબ મામલતદારોએ સાથે મળીને સ્થળ ઉપર જઈને પણ ચરખી કબજે લીધી હતી.

આ પણ વાંચો : કોરોના સંકટ વચ્ચે અમરનાથ યાત્રા શરૂ, યાત્રિકો થયા રવાના