Chhotaudepur/ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ, દિવ્યાંગે બનાવી અનોખી ટ્રાઈ મોટર સાઇકલ 

આ મોટર સાઇકલ સાથે છકડા જેવી લારી જોડીને ત્રણ પૈડાંવાળી બનાવી છે. જે મહદઅંશે સફળ થતા દિનેશભાઇ દુકાનનો સામાન 20 થી 30 કિલોમીટર નસવાડી,ગઢ બોરિયાદ અને કવાટથી લાવવા લઇ જવામાં કરે છે

Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 30 આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ, દિવ્યાંગે બનાવી અનોખી ટ્રાઈ મોટર સાઇકલ 

@સુલેમાન ખત્રી- મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર 

માતાપિતા માટે દિવ્યાંગ બાળકનો પરિવારમાં જન્મ થવો એટલે આખી જિંદગીનું દુઃખ આવ્યા સમાન છે પણ દિવ્યાંગ બાળક જો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી મન મક્કમ રાખે તો તે દુનિયાને મુઠ્ઠીમાં લઈને સમાજમા પ્રેરણારૂપ બને છે આવો જ એક કિસ્સો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વંકલા ગામના એક દિવ્યાંગ યુવાનનો છે જેનું નામ છે દિનેશભાઇ રાઠવા જેમને બનાવી છે અનોખી ટ્રાઈ મોટરસાઇકલ સરકાર જો આ અનોખી ટ્રાઈ મોટરસાઇકલ પર ધ્યાન આપે તો ઓછા ખર્ચમાં દિવ્યાંગો આત્મનિર્ભર બની પોતાના પરિવાર માટે મદદરૂપ થાય તેમ છે.

KEVADIYA SAFARI પાર્ક 31 આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ, દિવ્યાંગે બનાવી અનોખી ટ્રાઈ મોટર સાઇકલ 

દિનેશભાઇ રાઠવા જન્મજાત દિવ્યાંગ છે તે જન્મજાતથી દિવ્યાંગ હોવાથી માતાપિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું આખી જિંદગી દિવ્યાંગ બાળકની ચિંતા થવા લાગી પણ એમને ક્યાં ખબર હતી કે નાનપણ થી જ આ દિવ્યાંગ બાળકનું દિમાગ તેજ અને મન મક્કમ ચાલતું હતું દિનેશ નાનપણ થી રસ્તા પરના ટેમ્પા, બસ,સાઇકલ જેવા સાધનોને જોતા જ તે લાકડામાંથી બનાવી દેતો ભણવામા પણ હોશિયાર હતો.

પરંતુ ગામમાં સાતમા ધોરણ સુધીની શાળામાં અભ્યાસ કર્યા બાદ માતાપિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી દિનેશે  શાળાની સામે એક નાની ખોલકી બનાવી દુકાન શરુ કરી ટેક્નિકલ દિમાગ હોવાથી તેમને કોઈ જગ્યાએ શીખ્યા વિના આપમેળે સાઇકલ રીપેરીંગ,પંચર બનાવવાનું ચાલુ કર્યું હતું અને હાલ મોટરસાઇકલ રીપેરીંગ શીખી લેતા આજે એક અનોખી દિવ્યાંગો માટેની મોટરસાઇકલ બનાવી છે.

આ મોટર સાઇકલ સાથે છકડા જેવી લારી જોડીને ત્રણ પૈડાંવાળી બનાવી છે. જે મહદઅંશે સફળ થતા દિનેશભાઇ દુકાનનો સામાન 20 થી 30 કિલોમીટર નસવાડી,ગઢ બોરિયાદ અને કવાટથી લાવવા લઇ જવામાં કરે છે જેમાં તેમનો સમય અને પૈસાની બચત થાય છે અને બીજા કોઈ પણ વ્યક્તિ કે વાહન હાંકનાર પર આધાર રાખવો પડતો નથી આમ આ ત્રણ પૈડાંવાળું સાધન બનાવી તે હવે મેળા,લગ્ન પ્રસંગોમાં પહોંચી હરતી ફરતી દુકાન બનાવી દીધી છે. વધુ કમાણી કરી પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવી રહ્યા છે.

દિનેશભાઈના પરિવારમાં તેમના માતા, પિતા,પત્ની અને બે છોકરા,છોકરી મળીને કુલ આઠ લોકો રહે છે જેઓનું ભરણપોષણ છેલ્લા 20 વર્ષથી દિવ્યાંગ દિનેશભાઇ જ કરે છે.  દિનેશભાઇએ છેલ્લા ૨૦ વર્ષમાં જન્મજાત દિવ્યાંગ હોવા છતાં સરકારની કોઈ યોજનાનો કોઈ ખાસ લાભ આજદિન સુધી મેળવ્યો નથી આમ દિનેશભાઈના ટેક્નિકલ દિમાગથી ગામના લોકો પણ પોતાનું સાધન રીપેરીંગ કરાવવા આવે છે અને સંતોષ અનુભવે છે આમ દિનેશભાઇ જન્મજાત દિવ્યાંગ હોવા છતાં સરકારની યોજનાનો લાભ લીધા વિના દુકાન સંભાળવા સાથે અનોખું છકડા જેવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવી પોતાની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની પરિવારનું ભરણપોષણ કરી જવાબદારી નિભાવી રહ્યા છે જે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

PM MODI / ખેડૂત દિવસે પ્રધાનમંત્રી મોદીએ ચૌધરી ચરણસિંહને આ શબ્દોમાં પા…

રાજકોટ / આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્…

Gujarat / આ તારીખથી ગુજરાત હાઈકોર્ટના જજીસ ઘરે બેસીને કેસની સુનાવણી કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…