Not Set/ શરીરમાં સોડિયમની વધુ પડતી માત્રા ને કારણે સોજા ચડે છે, જાણો તેમના ઉપાયો

કેટલીકવાર લાંબા સમય સુધી શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાથી માત્ર હાથમાં જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ સોજો આવી શકે છે.

Health & Fitness Lifestyle
Untitled 137 શરીરમાં સોડિયમની વધુ પડતી માત્રા ને કારણે સોજા ચડે છે, જાણો તેમના ઉપાયો

કોઈ પણ વસ્તુનો જરૂરતથી વધારે ઉપયોગ નુકસાનકારક છે. કેટલાંક લોકો ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ માટે બહુ નુકસાનકારક છે. તેમજ વધારે મીઠાનું સેવન કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. તેમજ ઘણા લોકોને વધારે મીઠું ખાવાની આદત હોય છે, જેને હકીકતમાં કુટેવ કહેવાય છે જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારી થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠાનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે જેથી તેની ઉણપને લીધે સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. જે રીતે ભોજનમાં મીઠાની માત્રા વધારે કે ઓછી હોવાથી ખાવાનો સ્વાદ બગડી જાય છે, તેવી જ રીતે શરીરમાં તેની કમી કે વધારે પ્રમાણ હોવાથી સંતુલન ખરાબ થઈ જાય છે.

મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઈડને વધારે માત્રામાં લેવાથી શરીરની ધમનીઓમાં રક્ત પ્રવાહ વધી જાય છે અને રક્ત પ્રવાહ વધવાથી હૃદય પર દબાણ ઉભું થાય છે. એટલાં માટે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર તો વધે છે સાથે હાર્ટની સમસ્યા પણ વધે છે. જો બ્લજપ્રેશર કંટ્રોલમાં રાખવું હોય તો મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

 40 વર્ષની ઉંમર પછી શરીરમાં પેશીઓ અને ચેતા નબળા  પડતા હોય છે .  ભારે શારીરિક કામને કારણે હાથની પેશીઓ અથવા ચેતાને ઈજા  થતી હોય છે . જેમાં  આ ઇજાઓ પેશીઓમાં પ્રવાહી ભરી શકે છે. કેટલીકવાર લાંબા સમય સુધી શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાથી માત્ર હાથમાં જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ સોજો આવી શકે છે. હાથમાં સોજા ,પીડા, ખંજવાળ આવતી હોય છે . જો તમને અવ  લક્ષણો દેખાઈ તોં તુરંત જ નજીક ના ડોક્ટરનો સંપર્ક કરવો.

Untitled 135 શરીરમાં સોડિયમની વધુ પડતી માત્રા ને કારણે સોજા ચડે છે, જાણો તેમના ઉપાયો

આ બાબતોનું ધ્યાન ખાસ રાખવું :

  • ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવા માટે ડોક્ટરની સલાહ લો કારણ કે સોડિયમનો વધુ પડતો જથ્થો શરીરમાં પાણીની જાળવણીનું કારણ બની શકે છે.
  •  પોટેશિયમનો વધુ પડતો ઉપયોગ શરીરમાં સોડિયમનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે. કેળા અને ટામેટાંમાં પોટેશિયમની નોંધપાત્ર માત્રા જોવા મળે છે.
  • આહારમાં મેગ્નેશિયમની માત્રામાં વધારો. બદામ, આખા અનાજ, પાંદડાવાળા અને લીલા શાકભાજી ખાઓ. ખોરાકમાં વિટામિન બી 6 વધારો.
  • વિટામિન બી 6 કેળા, બટાકા, અખરોટ અને માંસમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • કાંડાને ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. હાથમાં લોહીના પ્રવાહને સુધારવા માટે, હાથને દિવસમાં ઘણી વખત વાળવો, ખોલો, બંધ કરો. હાથની મુઠ્ઠીઓ બનાવીને ખોલો અને બંધ કરો.Untitled 136 શરીરમાં સોડિયમની વધુ પડતી માત્રા ને કારણે સોજા ચડે છે, જાણો તેમના ઉપાયો